ગુજરાત સરકારે ખેડૂતો પાસે વિજ કનેક્શનના નામે લૂંટ ચલાવી: અર્જુન મોઢવાડિયા

ગુજરાતમા ખેડૂતોને અપાતા વિજ કનેક્શન મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તે સર પ્લસ રાજ્ય છે, પરંતુ દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગુજરાતના ખેડૂતોને જે કનેક્શનો મળવા જોઈએ તે નથી મળતા...હાલ રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વિજ કનેક્શન માટે લાખ-દોઢ લાખ રુપિયા લેવામાં આવી રહ્યા છે. 

ગુજરાત સરકારે ખેડૂતો પાસે વિજ કનેક્શનના નામે લૂંટ ચલાવી: અર્જુન મોઢવાડિયા

અજય શીલુ/પોરબંદર: ગુજરાતમા ખેડૂતોને અપાતા વિજ કનેક્શન મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તે સર પ્લસ રાજ્ય છે, પરંતુ દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગુજરાતના ખેડૂતોને જે કનેક્શનો મળવા જોઈએ તે નથી મળતા...હાલ રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વિજ કનેક્શન માટે લાખ-દોઢ લાખ રુપિયા લેવામાં આવી રહ્યા છે. 

કોંગ્રેસની સરકાર હતી ત્યારે માત્ર 500-1000 રુપિયામાં ખેડુતોને કનેક્શન આપવામા આવતા હતા. ખેડૂતો પાસેથી લાખ થી બે લાખ રુપિયાની લૂંટ ચલાવવામા આવી રહી છે, તેમ છતા પણ વિજ કનેક્શન માટે રાહ જોવી પડી રહી છે. ગુજરાતમાં કુલ 13,55923 જેટલા વિજ કનેક્શનો ખેડૂતોને આપવાના બાકી છે.

પોરબંદર જિલ્લામાં પણ વર્ષ-બે વર્ષથી 2600 જેટલા વિજ કનેક્શનો નથી આપવામાં આવ્યા. વધુમાં મોઢવાડીયાએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર પહેલા પોતાના નાગરીકોને વિજ કનેક્શનો આપે પછી બીજા રાજ્યને વિજળી આપવાની વાત કરે અને તાત્કાલીક ધોરણે ખેડૂતોને વિજ કનેક્શન આપવમાં આવે જો નહી તો ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમા આંદોલન કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news