PM મોદીના હોમ ટાઉનમાં આ સાંસદે સામેથી કહ્યું; 'મારી ઉંમર થઈ, ચૂંટણીમાં યુવાનોને તક આપો'
ગુજરાતમાં 26 એ 26 બેઠકો માટે ફરી એકવાર કમર કસી લીધી છે. ત્યારે પીએમ મોદીના હોમ ટાઉનમાં સાંસદ શારદાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. શારદાબેન પટેલે વર્તમાન સમયમાં સામેથી ચૂંટણી નહીં લડવાના સંકેત આપ્યા છે.
Trending Photos
Lok Sabha election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે એક્શન મોડમાં આવી ગયું છે, હવે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક મુજબ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી દીધા છે અને ગમે તેમ કરીને ગુજરાતમાં 26 એ 26 બેઠકો માટે ફરી એકવાર કમર કસી લીધી છે. ત્યારે પીએમ મોદીના હોમ ટાઉનમાં સાંસદ શારદાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. શારદાબેન પટેલે વર્તમાન સમયમાં સામેથી ચૂંટણી નહીં લડવાના સંકેત આપ્યા છે.
મહેસાણાના સાંસદ શરદાબેન પટેલનું આ નિવેદન પણ હાલ ચર્ચામાં આવ્યું છે. સાંસદ શારદાબેન પટેલનું ચૂંટણી અંગે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવા વર્ગની વધુ જરૂર છે. મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં આવતી નથી. હાલ દેશને IT સેક્ટર, ટેક્નોલોજીના જાણકારની જરૂર છે. માટે લોકસભાની ચૂંટણીમાં યુવાનોને તક આપવી જોઈએ. છતા પાર્ટી આદેશ કરશે તો મારા માટે શિરોમાન્ય રહેશે.
મહત્વનં છે કે આજે ગુજરાતની 26-26 લોકસભા બેઠકોના ભાજપ કાર્યાલય ખુલ્લા મુકવામાં આવ્યા છે. ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે ગાંધીનગર લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ મહેસાણાના સાંસદે પોતાનું નિવેદન આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે