પોલીસની ઐસીતૈસી કરતો Video! ગાડીનો દરવાજો ખુલતા જ અંધાધૂંધ ફાયરિંગ, અમદાવાદના રીંગરોડ પરની ઘટના

Video Viral: મોંઘીદાટ ગાડી એક પાનના ગલ્લા પર આવીને ઉભી રહે છે. અંદરથી એક શખ્સ ઉતરે છે અને ત્યાર બાદ એક બાદ એક રાઉન્ડ ફાયરિંગ કરે છે. પોલીસની ઐસીતૈસી કરીને અમદાવાદમાં કરવામાં આવ્યું ફાયરિંગ. સેંકડો લોકોની હાજરીમાં બની ઘટના...

પોલીસની ઐસીતૈસી કરતો Video! ગાડીનો દરવાજો ખુલતા જ અંધાધૂંધ ફાયરિંગ, અમદાવાદના રીંગરોડ પરની ઘટના

Video Viral/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. નાની અમથી વાતે મોટો ઝઘડો થવો અને મારામારી થવી હવે ત્યાં સુધી વાત સિમિત રહી નથી. હવે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. ગુનેગારો હવે બેફામ થઈને ગુજરાતીની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા અચકાતા નથી. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની છે. જ્યાં એક મોંઘીદાટ ગાડીમાંથી ઉતરીને શખ્સે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો જોઈને તમે પણ ફફડી જશો.

આ ઘટના બની છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં. જીહાં, જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદના સૌથી પોશ ગણાતા રિંગ રોડ પર જ્યાં રોજ લાખો માણસોની અવરજવર હોય છે તે જગ્યાએ બની છે આ ફાયરિંગની ઘટના. જેમાં એક શખ્સ મોંઘીદાટ ગાડીમાંથી ઉતરીને અચાનક મનફાવે ત્યાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દે છે. તેને ન તો પોલીસનો ડર લાગે છેકે, ના તો તે કોઈ કાયદાથી ડરે છે. ગુજરાત પોલીસ અને કાયદાની ઐસીતૈસી કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાત જાણે એમ હતીકે, અમદાવાદના તપોવન સર્કલ નજીક મોડી રાત્રે શક્તિ પાન પાર્લર પાસે અજાણ્યા શખ્સે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. ચાર થી પાંચ રાઉન્ડ આડેધડ ફાયરિંગ કરી  ગાડીમાં ફરાર થઇ જતા સ્થાનીકોએ પોલીસને બનાવ અંગે જાણ કરતા હાલ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ નજીક જાહેર રોડ પર અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ કિસ્સામાં હાલ ચાંદખેડા પોલીસે ફાયરીંગ કરનાર અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

- તપોવન સર્કલ પાસે યુવકના ફાયરિંગનો વીડિયો સામે આવ્યો...#Ahmedabad #firing #chandkheda #viralvideo #ZEE24Kalak pic.twitter.com/1TC0sYs3lx

— Zee 24 Kalak (@Zee24Kalak) January 12, 2024

 

આ ખરે શું હતી આખી ઘટના?
અમદાવાદના રિંગ રોડ પર હવે પલ્બિક મોડા સુધી રાતે પાન પાર્લર અને ખાણીપીણીની હોટલો પર બેસતી હોય છે. ગુરુવારે પણ કંઈક આવો જ માહોલ હતો. ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલાં તપોવન સર્કલ નજીક આવેલા શક્તિ પાન પાર્લર પાસે માલિક ધર્મેશ ભરવાડ હાજર હતા. તે દરમિયાન રાત્રે 10:00 વાગ્યાના સુમારે હરિસિંહ ચંપાવત નામનો વ્યક્તિ એક સફેદ કલરની સિયાઝ કાર લઈ પાન પાર્લર પર આવ્યો હતો. જે બાદ તે પાન પાર્લર પર ઉભેલા ગ્રાહકોને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.

જોકે આ તકરાર અંગે  ફરિયાદી ધર્મેશ ભરવાડના કાકા નવઘણ ભરવાડને જાણ થતાં પાન પાર્લર પાસે આવી ગાળો નહિ બોલવાનું કહેતા હરિસિંહ ચંપાવતે ધક્કો મારી પાડી દીધો હતો. જોકે ત્યાં ટોળું ભેગું થઈ જતા હરિસિંહ નામનો શખ્સ પોતાની સિયાઝ કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ હરીસિંહ બીજી એક થાર કાર લઈને પાન પાર્લર પાસે તેના મિત્ર સાથે આવ્યો અને કારમાંથી ઊતરેલા અજાણ્યા શખ્સે ગાડીમાંથી ઉતરી રિવોલ્વરથી અંધાધૂંધ ધુંધ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ દરમિયાન આસપાસના લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી. જોકે ફરિયાદી ધર્મેશ ભરવાડી પોતાનો જીવ બચાવવા લારી પાછળ છુપાઈ ગયેલા અને હરિસિંહ સાથે આવેલા એક અજાણ્યો શખ્સ ત્યાંથી ભાગી ગયેલા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news