ભારતનો જ્યુરાસિક પાર્ક! ગુજરાતમાં ક્યાં છે ડાયનોસોરનો સૌથી મોટો અડ્ડો? એકવાર અચૂક લેજો મુલાકાત
શું તમે જાણો છો અમદાવાદ નજીકના આ વિસ્તારમાં આવેલો છે ડાયનોસોરનો સૌથી મોટો અડ્ડો! જ્યાં સાથે જ મસમોટું ઉદ્યાન પણ છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય 400 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. અભયારણ્યના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ દુનિયાના સૌથી મોટા પ્રાણીની જ્યારે વાત કરવામાં આવે તો ધરતી પર એવું એક જ પ્રાણી છે જે છે હાથી. હાથીને જ આપણે દુનિયાનું સૌથી મોટું એટલેકે, કદ્દાવર પ્રાણી માનીએ છીએ. આ સિવાય એક બ્યૂ વેહલ પણ આ શ્રેણીમાં જ છે. જોકે, આ સિવાય વર્તમાન સમયમાં આમનાથી મોટું કોઈપણ પ્રાણી ધરતી પર કે પાણીમાં છે નહીં. પરંતુ વાત આવે જ્યારે સૌથી મોટા પ્રાણીની તો એક જ નામ મોઢા પર આવે અને એ છે ડાયનાસોર. ભારતનું એક માત્ર ડાયનોસોર મ્યૂઝિયમ એટલે ઈન્દ્રોડા પાર્ક, જેને આપણે ગુજરાતમાં ડાયનોસોરનો ડડ્ડો પણ કહી શકીએ છીએ. જો તમે વીક એન્ડમાં વન ડે પીકનીકનો પ્લાન કરી રહ્યાં હોવ તો અમદાવાદ નજીકનું આ સ્થળ તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે.
શું તમે જાણો છો અમદાવાદ નજીકના આ વિસ્તારમાં આવેલો છે ડાયનોસોરનો સૌથી મોટો અડ્ડો! જ્યાં સાથે જ મસમોટું ઉદ્યાન પણ છે. અહીં વાત કરવામાં આવી રહી છે ગાંધીનગરમાં આવેલાં ઈન્ડ્રોડા પાર્કની. જ્યાં દુનિયાભરના અલગ અલગ પ્રજાતિના ડાયનોસોર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
અમદાવાદથી માત્ર 25 કિલો મીટરના અંતરે આવેલું છે ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય. જેને ઇંદ્રોડા પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય 400 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. અભયારણ્યના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યો છે. આ કારણે ઘણી વખત તેને ઈંદ્રોડા ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલું આ એક માત્ર ડાયનોસોર સંગ્રહાલય છે.
આ ઉદ્યાનનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા થાય છે અને તે ભારતનો જ્યુરાસિક પાર્ક કહેવાય છે. જોકે વાસ્તવમાં અહીં સંગ્રહેલ જીવાશ્મો જ્યુરાસિક યુગના પછીના એવા ક્રેટાસિયોસ યુગના છે, જે લગભગ 6.6 કરોડ વર્ષ જૂના છે. ઇન્દ્રોડા પાર્કનાં પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, દિપડા, અજગર, શિયાળ, સાપો સહિતનાં જુદી જુદી પ્રજાતીનાં પ્રાણીઓ તથા સરીસૃપો આકર્ષણનું કેન્દ્ર છે. વિવિધ સ્થળોથી લવાયેલાં 40થી વધારે ક્રોકોડાઇલ પણ અહીં આકર્ષણ ઉભું કરે છે.
ઈન્દ્રોડા નેચર અને ફોસિલ પાર્ક પ્રસિદ્ધ ઇન્દ્રોડા ગામ સેક્ટર 9 માં આવેલું છે. ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક ડાયનોસોર ના અવશેષો ના પાર્ક તરીકે પણ જાણીતું છે. આ ઉધ્યાન સરિતા ઉધ્યાન નો એક ભાગ છે. ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્કમાં અહી આપણ ને આ ઉધ્યાન માં પ્રાણીઓ જેવા કે હરણ, સસલા, શાહુડી, જંગલી ડુક્કર તથા ઘણી જાત ના સસ્તન પ્રાણીઓ અને સરિસૃપો જોવા મળે છે. આ ડાયનોસોર પાર્ક નું બીજું નામ એ ‘ભારત નું જૂરાસિક પાર્ક છે.
તે ડાયનોસોર ના ઈંડા માટે દુનિયા નું બીજા નંબર નું ઈંડા સેવન ગૃહ છે. અહિયાં પ્રવાસીઓ ને જોવા માટે જુદા જુદા અને વિવિધ પ્રકાર ના અને ખાસ જાતના ડાયનાસોરના નમુનાઓ અહી રાખવામાં આવે છે. એમાં ટિટોનોસોરસ, ટીગોસોરસ અને અન્ય ઘણી પ્રજાતિઓ ના નમુનાઓ હોય છે. આ ઉધ્યાન ભારતીય ભૂસ્તરીય મોજણી સંસ્થા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું જે જી.એસ.આઈ ના ટૂંકા રૂપ થી ઓળખાય છે. હાલ ના દિવસો માં તે ઈકોલોજિકલ અને સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે.
કેટલાં વિસ્તારમાં ફેલાયેલો છે ડાયનોસોરનો અડ્ડો?
ઈન્દ્રોડા નેચર પાર્ક એ લગભગ 400 હેકટર ના વિસ્તારમાં ગાંધીનગર માં ફેલાયેલું છે. આ ઉધ્યાન બે ભાગ માં વહેચાયેલો છે. આ ઉધ્યાન સાબરમતી નદી ના કિનારા ઉપર આવેલો છે. આ ઉધ્યાન નો પશ્ચીમી ભાગ ઈન્દ્રોડા નેચર પાર્ક તરીકે ઓળખાયછે. જ્યારે સાબરમતી નદી નો પૂર્વ વિસ્તાર એ જંગલી પ્રાણીઓ ના ઉપવન તરીકે જાણીતો છે.
બોટનીકલ પાર્કમાં કેટલાં પ્રકારના છે ઝાડ?
બોટનીકલ ઉધ્યાન ની અંદર ઈન્દ્રોડા પાર્ક માં 300 થી વધારે પ્રજાતિ ના જુદા જુદા વૃક્ષો નો બગીચો છે. ત્યાં સંખ્યાબંધ છોડવાઓ વાળું ગ્રીન હાઉસ પણ છે. આ છોડવાઓ ને નિયંત્રિત કરેલી ભેજવાળી પરિસ્થિતી માં રાખવામા આવે છે. વળી કાંટાળા થોર નું ઘર પણ રાખવામા આવ્યું છે કે જ્યાં 200 પ્રજાતિ ની કાંટાળી વનસ્પતી તથા ઔષધિય છોડવાઓ પણ છે. ત્યાં 250 જાતના ઔષધીય છોડવાઓ પણ રાખવામાં આવ્યા છે.
ઈંન્દ્રો પાર્કમાં બીજું શું-શું છે?
આ ઈન્દ્રોડા નેચર પાર્ક ની અંદર એક પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે. અહી આપણ ને પ્રાણીઓ જેવા કે ચિત્તો, ટપકા વાળું હરણ, સાંબર, વાદળી આખલો, કાળિયાર, ચિંકારા, શિયાળ, ચાર પગ વાળું હરણ, મગર , શાહૂડી અને 180 જાત ના પક્ષીઓ જોવા મળે છે. અહિયાં લગભગ 65 જાતના પક્ષીઓ જોવા મળે કે જે પોતાનો માળો જંગલી વિસ્તાર જેવા ભાગ ની અંદર બાંધતા હોય છે. અહિયાં એક સર્પ ઉધ્યાન નો વિભાગ પણ છે. તેને સર્પ ઉધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. અહિયાં સર્પ ઉધ્યાન માં સંખ્યાબંધ જેરી અને બિનજેરી સર્પ પણ હોય છે.
અહિયાં દરિયાઈ સસ્તન પ્રાણીઓ ના હાડપિંજરો પણ જોવા મળે છે. સાથે સાથે વાદળી વ્હેલ ના બે હાડપિંજરો પણ છે. જેમાનું એક ડોલ્ફિન નું છે. જ્યારે બીજું વનસ્પતિ આહારી માછલી ડૂગોંગ નું છે. મુલાકાતીઓની જાણ માટે અહિયાં સવિસ્તાર અર્થઘટનની નોંધ પણ આપવામાં આવી છે. અહી સંખ્યાબંધ દરિયાઈ પ્રાણીઓના અવશેસો પણ મુલાકાતો માટે દર્શાવેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે