ઈલુઈલુ કરીને કેનેડામાં પૈણ્યું કપલિયું! મેહોણાંમાં થઈ માથાકૂટ, ધોકા અને પાઈપો ઉલળી

યુવતીના પરિવારે યુવકના ઘરે તોફડોડ કરીને અને તેના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો. ધોકા, લોખંડની પાઈપો અને હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો.
સમગ્ર મામલે ભોગ બનનારે લાડોલ પોલીસ સ્ટેશનમાં વિજાપુરના ગવડા ગામે રહેતા 15 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ઈલુઈલુ કરીને કેનેડામાં પૈણ્યું કપલિયું! મેહોણાંમાં થઈ માથાકૂટ, ધોકા અને પાઈપો ઉલળી

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યાં તમે પ્રત્યક્ષ રીતે કોઈને ઘરમાં પુરી રાખો તો પણ તે પરોક્ષ રીતે દેશ અને દુનિયાભરમાં પળવારમાં પહોંચી શકે છે. એવામાં અહીં તો એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં છોકરો અને છોકરી પોતાના પરિવારોથી સાત સમુંદર પાર હતાં. આજુ બાજુના ગામમાં રહેતાં બે યુવક યુવતીઓને પ્રેમ થયો અને બન્નેએ બારોબાર લગ્ન કરી લીધાં. તમે કહેશો કે આમા, નવું શું છે આવું તો ઘણાં કિસ્સાઓમાં બનતું હોય છે. પણ અહીં વાત છેકે, આ બન્ને યુવક યુવતીઓ આસપાસના ગામમાં રહેતાં હતાં. પણ તેઓ જ્યારે કેનેડા પહોંચ્યા ત્યાં તેમનો પ્રેમ વધુ પાંગર્યો અને પરિવારથી દૂર આઝાદીના માહોલમાં આ આઝાદ પરિંદાઓએ કોઈની પરવાહ વિના લગ્ન પણ કરી લીધાં. જોકે, માથાકૂટના વરઘોડો આવ્યો યુવકના ઘરે...

આ ઘટના બની છે કેનેડામાં અને માથાકૂટ થઈ મેહોણાંમાં. જેને આપણે મહેસાણા પણ કહીએ છીએ. એમાં તો એવી બબાલ થઈ કે લગનના વરઘોડા કરતાંય વધારે પબ્લિક ભેગી થઈ. ધોકા, પાઈપો અને સાધનો ઉલળ્યાં. કેનેડામાં લવમેરેજ અને બબાલ મહેસાણામાં, યુવતીના પરિવારે યુવકના ઘરવાળાઓને ફટકાર્યા. આ ઘટના છે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ગામમાં આવેલાં બિલિયા ગામની. જ્યાં એક પરિવાર સુઈ રહ્યો હતો ત્યાં અચાનક તેમના ઘરે 15 જેટલાં લોકોનું ટોળું ઘુસી આવ્યું અને તોડફોડ કરીને ધમાચકડી મચાવી દીધી. ટાળાએ યુવકના ઘર પર હુમલો કરતા કહ્યું કે, કેનેડામાં તમારા દિકરાંએ અમારી દિકરીને મારી નાંખી છે. એવું કહીને યુવતીના પરિવાર અને તેના સભ્યોએ યુવકના ઘરે તોડફોડ કરી અને હિચકારો હુમલો કર્યો હતો. 

યુવતીના પરિવારે યુવકના ઘરે તોફડોડ કરીને અને તેના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો. ધોકા, લોખંડની પાઈપો અને હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો.
સમગ્ર મામલે ભોગ બનનારે લાડોલ પોલીસ સ્ટેશનમાં વિજાપુરના ગવડા ગામે રહેતા 15 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીછેકે, મહેસાણામાં આવેલા વિજાપુરના બિલિયામાં રહેતા પંકજભાઈ ડાહ્યાભાઈ પટેલનો પુત્ર પ્રિન્સ કેનેડામાં રહે છે. ત્રણ મહિના પહેલા અભ્યાસ અર્થે તે કેનેડા ગયો હતો અને તેણે કેનેડામાં જ એક પટેલ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ યુવતી તેના બાજુના ગવાડા ગામમાં જ રહેતી હતી. જો કે, યુવતીના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હતા. જેથી આ અંગેની અદાવત રાખીને યુવતીના પરિવારજનો અગાઉ પ્રિન્સના ઘરે પહોંચ્યા હતા અને પ્રિન્સના માતા-પિતા પર હુમલો કર્યો. આસપાસના લોકોએ તેમને બચાવી તો લીધાં. પણ જતા જતા આ ટોળાએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. સમગ્ર કેસમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

યુવતી કેનેડામાં જીવીત છે: પોલીસ
જ્યારે આ સમગ્ર મામલે લાડોલ PSI જી.એ.સોલંકીએ જણાવ્યુ હતુ કે, અમે તપાસ કરી. યુવતી કેનેડામાં જીવતી છે અને સહીસલામત છે, જેથી યુવતીનું કેનેડામાં મોત થયુ છે તે વાત ખોટી છે. અમે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news