અમદાવાદ મેટ્રોમાં પાનની પિચકારી મારી તો થવું પડશે જેલભેગા! જાણી લેજો નવા નિયમો

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બંને કોરિડોર પર મેટ્રો શરૂ થયાના એક મહિનો પુ્ર્ણ થઇ ગયો છે. ધીરે ધીરે મેટ્રોમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. ત્યારે નિયમો પણ કડક કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત જો તમે કોચની અંદર કચરો ફેંકતા, થૂંકતા અથવા ફર્નિચરને નુકસાન પહોંચાડતા અથવા સેફ્ટી બટન સાથે હલચલ કરતા પકડાઈ જાવ, તો 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકાય છે.

અમદાવાદ મેટ્રોમાં પાનની પિચકારી મારી તો થવું પડશે જેલભેગા! જાણી લેજો નવા નિયમો

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં હાલ મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ છે. ધીરેધીરે મેટ્રો અમદાવાદીઓમાં પોપ્યુલર પણ બનતી જાય છે. જોકે, આ સાધનોની જાળવણીને જવાબદારી પણ આપણાં સૌની જ હોય છે. ત્યારે ઘણાં લોકોએ વાતને નથી સમજતા તેથી તંત્ર દ્વારા નિયમો વધુ કડક કરવામાં આવે છે. આવો જ એક નિયમ અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જો તમે મેટ્રોના કોચમાં પાનની પિચકારી મારી તો તમારું આવી બનશે.

તંત્ર દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી છેકે, જો કોઈ વ્યક્તિ હવે અમદાવાદ મેટ્રોના કોચમાં પાન કે મસાલો ખાઈને થૂંકશે કે પાનની પિચકારી મારીને સરકારી પ્રોપર્ટીને ગંદી કરશે નુકસાન પહોંચાડશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા કરાયેલી જોગવાઈ મુજબ મેટ્રોમાં પાનની પિચકારી મારનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની પાસેથી રૂપિયા 5 હજાર સુધીનો દંડ વસુલવામાં આવશે. એટલું જ નહીં જેલભેગા થવાનો પણ વારો આવશે. મેટ્રો રેલના કોચને નુકસાન કરનારા સામે પણ કડક કાર્યવાહી થશે.

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બંને કોરિડોર પર મેટ્રો શરૂ થયાના એક મહિનો પુ્ર્ણ થઇ ગયો છે. ધીરે ધીરે મેટ્રોમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. ત્યારે નિયમો પણ કડક કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત જો તમે કોચની અંદર કચરો ફેંકતા, થૂંકતા અથવા ફર્નિચરને નુકસાન પહોંચાડતા અથવા સેફ્ટી બટન સાથે હલચલ કરતા પકડાઈ જાવ, તો 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકાય છે.

ગુનાનો પ્રકાર                                                               સજાની જોગવાઈ

મેટ્રોમાં મુસાફરી કરતી વ્યક્તિઓને નુકસાન                     દસ વર્ષ સુધીની સખત

દુર્ભાવનાપૂર્ણ રીતે તોડફોડથી કોઇ વ્યક્તિનું મોત               મૃત્યુદંડ અથવા આજીવન

કોચ-પરિસરમાં નુકસાન કરનાર                                      6 માસની સજા

કારણ વગર બેલ- એલાર્મ વગાડતા લોકોને                        1 વર્ષની જેલની સજા

મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર                                         6 મહિનાની જેલ થશે

મૃત્યુ અથવા શારીરિક ઈજા પહોંચાડવાથી                        કેદની સજા થઈ શકે છે

દારૂના નશામાં, અભદ્ર વર્તન અથવા અન્ય                      રૂ.200 દંડ, પાસ જપ્ત કરવા

મુસાફરોના આરામમાં દખલ કરવા પર                            ટ્રેનમાંથી હટાવવા સુધીની કાર્યવાહી

પ્રતિબંધિત ચીજસ્તુઓ ટ્રેનમાં લાવવા પર                        4 વર્ષ સુધીની જેલ, 5 હજારનો દંડ

કોચમાં અથવા પરિસરમાં પોસ્ટર ચોંટાડવા                     છ મહિના સુધીની જેલ અને

લખવા અથવા કંઈપણ દોરવા પર                                  500 રૂપિયાનો દંડ

 

જીએમઆરસીએ બંને કોરિડોર પર આવા મુસાફરો પર કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ટુકડીઓની રચના કરી છે. મેટ્રો રેલવે (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એક્ટ 2002માં રેલ સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ 200 રૂપિયાના ભારે દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીની રજાઓમાં મેટ્રોમાં સૌથી વધુ મુસાફરો નોંધાયા હતા. કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડે તો 6 માસની જેલ થઈ શકે છે. ટ્રેનમાં દૂષિત રીતે કંઈપણ ફેંકવા પર  કેદની સજા થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news