આખાબોલા રામ મોકરિયા : પોસ્ટ હોય કે પત્ર, એવું બોલે છે કે ગાંધીનગરની સરકાર પણ હચમચી જાય છે
Ram Mokariya On Duplicate Seeds : ગુજરાતમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થતું હોવાની સાંસદની ફરિયાદ..સાંસદ રામ મોકરિયાએ કૃષિમંત્રીને લખ્યો પત્ર...બીજ માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ...
Trending Photos
Gujarat Farmers : બોલે એના બોર વેચાય. ગુજરાતમાં આ કહેવાત ફેમસ છે. ગુજરાત ભાજપમાં આમ તો શિસ્તનું શાસન છે. છતાં કેટલાક નેતાઓ આખાબોલા છે. આ નેતાઓ બિન્દાસ્ત બોલવામાં માને છે. તેમાં સામેલ છે રામ મોકરિયા. ભાજપના સાંસદ રામ મોકરિયા બિન્દાસ્ત સરકાર સામે મોરચો માંડે છે. પત્ર હોય કે પોસ્ટ, તેમના એક્શનથી રાજકારણમાં ખળભળાટ મચી જાય છે. ‘એક સિનિયર નેતા મારા કરોડો રૂપિયા ચાઉં કરી ગયા..’ આવા આક્ષેપો સાથેની તેમની પોસ્ટે રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. તેના બાદ હવે તેમણે નકલી બિયારણ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. નકલી બિયારણના વેચાણના તેમના એક પત્રના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. આ પત્ર બાદ કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.
કોણ રામ મોકરિયાના રૂપિયા ખાઈ ગયું
થોડા સમય પહેલા રામ મોકરિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આક્ષેપ મૂક્યો હતો કે, ભાજપના એક સિનિયર નેતા મને રૂપિયા પરત નથી આપી રહ્યા. રામ મોકરિયાને ભાજપના સિનિયર નેતા રૂપિયા નથી આપી રહ્યાં. અનેક વખત રૂપિયા પરત લેવા માટે મેં માંગણી કરી છે. અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું, પરંતુ રૂપિયા નથી આપ્યા. મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ છે. ભાજપના પીઢ નેતા છે અને હાલમાં નિવૃત થયા છે. તેઓએ સોશિયલ મીડિયા પર કરેલી એક કોમેન્ટથી હાલ ભાજપના મોવડીઓના પેટમાં તેલ રેડાયુ હતું. કોણ તેમના રૂપિયા ખાઈ ગયા તે અંગે ચર્ચા ઉઠી હતી.
કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા - રામ મોકરિયા
આ મુદ્દે રામ મોકરિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યસ રકાર ખેડૂતો માટે અનેક યોજના લઈ આવે છે. સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે. નકલી બિયારણથી પાક નિષ્ફળ થાય છે. આ માટે કાયદામાં સુધારો લાવવો જરૂરી છે, જેથી નકલી બિયારણ ન વેચાઈ શકે. મારી પાસે જે ખેડૂતોની રજુઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું. કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી જ મેં પત્ર લખ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેંચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાય તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવું જોઈએ.
કપાસ વેચતા ખેડૂતો નકલી બિયારણમાં ફસાય છે
ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેંચાતું હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું છે. સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું. ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ અંગે મેં સરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોને નકલી બિયારણને કારણે નુકસાન જાય છે. પાણીનો બગાડ અને મહેનત તેમજ સમયનો વ્યય થાય છે. મારી રજૂઆત અંગે સરકાર પણ પગલાં લે છે તેથી મને સંતોષ છે. 23 ઓક્ટોબરના રોજ મેં આ પત્ર લખ્યો હતો. સરકારે તાત્કાલિક અસરથી બેઠક બોલાવી છે. બી.ટી કપાસનું નકલી બિયારણ વેચાતું હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. કપાસ પકવતા ખેડૂતો જ નકલી બિયારણમાં ફસાઈ જાય છે.
આમ, રામ મોકરિયાના આક્ષેપોથી હંમેશા ગાંધીનગરમાં બેસેલી સરકારના પેટમાં ફાળ પડે છે. તેમના આક્ષેપોથી કાનાફૂસી શરૂ થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે