માનવતા મહેંકી! ગુજરાતની છઠ્ઠી અને સુરત સિવિલની પ્રથમ ઘટના, કેરળના દર્દીને ડાબો હાથ ડોનેટ કરાયો
મુળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સોનગિર ગામના મૂળ વતન આનંદા ધનગઢ પડી જતા બ્રેઇન હેમરેજ થયું હતું. સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન બેઈન ડેડ થતા તબીબોએ એમના પરિવારને અંગદાન વિશે માહિતી આપી હતી.
Trending Photos
સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ડાબા હાથનું ડોનેટ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ધુલિયાના દર્દીને બ્રેઇન હેમરેજ હોવાથી મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર એ અંગદાન કરી કેરલના દર્દીને ડાબા હાથનું ડોનેટ આવ્યું છે. ગુજરાતની છઠ્ઠી અને સુરત સિવિલ હોસ્પિટલની પ્રથમ ઘટના બની છે.
મુળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સોનગિર ગામના મૂળ વતન આનંદા ધનગઢ પડી જતા બ્રેઇન હેમરેજ થયું હતું. સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન બેઈન ડેડ થતા તબીબોએ એમના પરિવારને અંગદાન વિશે માહિતી આપી હતી. પરિવાર અંગદાન કરવા રાજી થયા હતા. અંગ દાતાના ડાબા હાથનું દાન કરી ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા 1200 કી.મી દુર સુરતથી કોચી અમ્રિતા હોસ્પિટલમા અંગ પહોચાડવામા આવ્યુ હતું. આ અંગદાનના સેવા કાર્યમા સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરી ડો.નિલેશ કાછડિયા, ડો.રાહુલ અમિન અને ડો.સંજુ દ્વારા હાથને પોક્યોર કરવામા આવ્યા હતા.
સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયં સેવકો દ્વારા આ કાર્યને સંપન્ન કરવા આવ્યુ હતું. અગાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ, સુરત કિરણ હોસ્પિટલ બે અંગદાતાઓના હાથનુ દાન કરવામાં આવ્યું હતું. આજ રોજ સુરત સિવિલ દ્વારા પ્રથમ વાર ડાબા હાથનું અંગદાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે