ગુજરાતના આ બે જિલ્લામાં 7 કલાકમાં પડ્યો 7 દિવસ જેવો વરસાદ! થંભી ગયું જીવન
Gujarat Very Havy Rainfall: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૭ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો.
Trending Photos
Valsad-Navsari Rainfall: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં બે જિલ્લામાં એવા વરસાદ પડ્યો કે જાણે બધુ જ પાણીપાણી થઈ ગયું. એક બાજુ વરસાદી પાણી અને બીજી બાજુ નદીઓમાં પૂર. જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ...અહીં વાત થઈ રહી છે ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાની. જ્યાં છેલ્લાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો વધુ વરસાદ. ભારે વરસાદને પગલે આજે તંત્ર દ્વારા નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ અલર્ટ પણ જાહેર કર્યું છે.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત –સાત ઇંચ વરસાદ વરસ્યો . રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત – સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ – આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ – છ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત વઘઈ અને પારડી તાલુકામાં પાંચ - પાંચ ઇંચ, જ્યારે વાપી, સુબીર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર –ચાર ઇંચ, તથા ઉમરગામ, તિલકવાડા, અને ગણદેવી મળીને કુલ ત્રણ તાલુકામાં બે –બે ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૭ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૮૬ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં ૮૧ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૭ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં ૫૦ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૮ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે