ગુજરાતના આ શહેરમાં દૂધની બનાવટો ખાતા પહેલા સો વખત વિચારજો! થઈ શકે છે આંતરડાને લગતી બીમારીઓ!

રાજકોટ શહેરમાં દૂધની બનાવટો ખાતા પહેલા વિચાર કરવો જરૂરી. અલગ અલગ ડેરીઓમાંથી લીધેલા નમૂના ફેલ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. એમાંથી વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલ મળી આવ્યું છે. દૂધની ડેરીના સંચાલકો સામે એજયુંડીકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના આ શહેરમાં દૂધની બનાવટો ખાતા પહેલા સો વખત વિચારજો! થઈ શકે છે આંતરડાને લગતી બીમારીઓ!

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં ડેરીઓમાંથી દૂધ અને દૂધની બનાવટ લેતા પહેલા 100 વખત વિચાર કરજો કેમ કે એક બાદ એક રાજકોટમાંથી ડુપ્લીકેટ દૂધની બનાવટની વસ્તુઓ પકડાઈ રહી છે.રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે લીધેલ નમુના ફેઇલ ગયા છે. વાણીયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી લીધા હતા. ઘીના નમુના ત્રણ મહિના પહેલા લેવામાં આવ્યા હતા.

વાણીયાવાડી વિસ્તારમાં આવેલી સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મ માં લીધેલ ઘી ના નમુના ફેઇલ ગયા છે. કૃષ્ણનગર વિસ્તારમાંથી વોલ્ગા ઘી ડેપો નામની દુકાન માંથી લીધેલ ઘી ના નમુના ફેઇલ ગયા છે. ઘીના નમુના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ઘી ના નમુનામાં મળી આવ્યું છે વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલની હાજરી ઘીના નમુના ફેઇલ થતાં એજ્યુડીકેશન કાર્યવાહી કરાશે. આજે આરોગ્ય વિભાગના ડેજિકનેટેડ ઓફિસર હાર્દિક મેતાએ નિવેદન આપ્યું હતું.

ત્રણ મહીના પહેલા ડેરીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું હતું.બે દિવસ પહેલા SOG એ રેડ કરીને પનીરનો શંકાસ્પદ જથ્થો પકડવામાં આવ્યો હતો.પનીર જેવો જ જથ્થો મળી આવ્યો હતો. પ્યોર પનીર માં વેજીટેબલ ફેટ મળી આવ્યા હતા. 

પનીરનો જથ્થો વડોદરા સેમ્પલ મોકલવામાં આવ્યો છે. એસિટીક એસિડનો ઉપયોગ દૂધ ફાડીને પનીર બનાવવામાં થતો હતો. આ ખાવથી આંતરડાને લગતી બીમારીઓ થઈ શકે છે. 

 

  • - રાજકોટ શહેરમાં દૂધની બનાવટો ખાતા પહેલા વિચાર કરવો જરૂરી.
  • - અલગ અલગ ડેરીઓમાંથી લીધેલા નમૂના ફેલ ગયા.
  • - એમાંથી વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલ મળી આવ્યું..
  • - દૂધની ડેરીના સંચાલકો સામે એજયુંડીકેશન કાર્યવાહી કરવામાં આવશે.
  • - ગાયનું ઘી સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું.
  • - SOG એ પકડેલા પનીરમાં એસિટિક એસિડ નો ઉપયોગ કરવામાં આવતો હતો
  • - દૂધના ફાડવા માટે અમુક પ્રકારના એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news