Gold Rate In Ahmedabad: કમૂરતા ઉતરતા જ ક્યાં પહોંચી જશે આ સોનું? ભાવ જાણી ધ્રાસકો પડશે, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે લેટેસ્ટ રેટ? જાણો
Trending Photos
આ અઠવાડિયે સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી છે. નવા વર્ષની શરૂઆત સાથે જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યું છે. હજુ તો કમૂરતા ચાલે છે આમ છતાં ભાવમાં તેજી છે. ઉત્તરાયણ બાદ કમૂરતા પછી સોનું ક્યાં હશે તે કલ્પના કરવી પણ ભારે થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે સોનું જલદી નવા પીક પર ક્યારે પહોંચશે. આ બધા વચ્ચે સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું છે તે પણ ખાસ જાણો.
ચાંદીનો ભાવ
મની કંટ્રોલ ડોટ કોમના રિપોર્ટ મુજબ દેશમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ હાલ 93,500 રૂપિયા આસપાસ છે જેમાં હજાર રૂપિયાની તેજી જોવા મળી છે.
કેમ વધી રહ્યા છે સોનાના ભાવ
લગ્નની સીઝનમાં સોનાની માંગણી વધવાથી તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી અને દેશમાં રોકાણકારોની વધતી રૂચિએ પણ સોનાને મોંઘુ કર્યું છે. લોકો આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાને સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે.
આગળ કેટલું મોંઘુ થશે સોનું?
રૂપિયાની નબળાઈ પણ સોનાના ભાવમાં વધારો કરી રહી છે. આવનારા દિવસોમાં અમેરિકાના આર્થિક આંકડા, જેમ કે બેરોજગારી દર, અને પીએમઆઈ રિપોર્ટ પણ સોનાના ભાવને પ્રભાવિત કરી શકે છે. હાલ સોનામાં રોકાણ કરનારાઓને રસ વધી રહ્યો છે.
11 જાન્યુઆરી 2025ના રોજ સોનાના ભાવ (મની કંટ્રોલ મુજબ)
શહેર | 22 કેરેટ ગોલ્ડ | 24 કેરેટ ગોલ્ડ |
દિલ્હી | 73,000 | 79,620 |
નોઈડા | 73,000 | 79,620 |
ગાઝિયાબાદ | 73,000 | 79,620 |
જયપુર | 73,000 | 79,620 |
ગુંડગાવ | 73,000 | 79,620 |
લખનઉ | 73,000 | 79,620 |
મુંબઈ | 72,850 | 79,470 |
કોલકાતા | 72,850 | 79,470 |
પટણા | 72,900 | 79,520 |
અમદાવાદ | 72,900 | 79,520 |
ભુવનેશ્વર | 72,850 | 79,470 |
બેંગ્લુરુ | 72,850 | 79,470 |
દેશમાં કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ પર લોકલ ડિમાન્ડ, અમેરિકાની આર્થિક સ્થિતિ, ફેડરલ રિઝર્વના વ્યાજ દર, અને ઈન્ટરનેશનલ માર્કેટની અસર પડે છે. આવામાં સોનાના ભાવ આવનારા સમયમાં વધવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે