હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, વાવાઝોડા જેવા પવન સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે વરસાદ

Cyclone Alert : રાજ્યમાં ફરી એકવાર કરાઈ માવઠાની આગાહી... ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ... હવામાન વિભાગે કરી માવઠાની આગાહી... બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે હળવો વરસાદ... હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઊંચકાયું... મોટાભાગના જિલ્લામાં 2 ડિગ્રી સુધી તાપમાન વધ્યું

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, વાવાઝોડા જેવા પવન સાથે ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે વરસાદ

Rain Alert In Gujarat અમદાવાદ : ગુજરાત પર ફરી સંકટના વાદળો મંડરાયા છે. લોકો જ નહિ, ગુજરાતના ખેડૂતોને પણ ચિંતા કરવી પડે તેવી આ આગાહી છે. કારણ કે, ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળે મોટો પલટો આવવા જઈ રહ્યો છે. વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મહાભંયકર છે. કારમ કે, રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરાઈ છે. 

હવામાન વિબાગ પશ્ચિમ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયા વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. 

નવા સર્જાયેલા વાતાવરણના યોગ વિશે તેમણે કહ્યું કે, રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે. અમદાવાદમાં આજે 16.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.  

આ પણ વાંચો :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news