California Fire: ₹12929329155000 આગમાં થઈ ગયા સ્વાહા, 12 હજાર ઘર બળીને ખાખ, લોસ એન્જલસમાં આગથી ભારે તબાહી

એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના ઈતિહાસનો આ સૌથી ભયંકર અગ્નિકાંડ છે. અમેરિકાને કોઈ પણ અગ્નિકાંડમાં આ વખત જેટલું નુકસાન થયું નથી. નુકસાનની નાણાકીય અસર હજુ સ્પષ્ટ નથી. મૌસમ ડેટા ઉપલબ્ધ કરાવતી ખાનગી કંપની ‘AccuWeather’ ના એક અંદાજા મુજબ લગભગ 150 બિલિયન ડોલર સુધીનું નુકસાન થયું હોઈ શકે છે. 

California Fire: ₹12929329155000 આગમાં થઈ ગયા સ્વાહા, 12 હજાર ઘર બળીને ખાખ, લોસ એન્જલસમાં આગથી ભારે તબાહી

અમેરિકાના કેલિફોર્નિયામાં આગનું તાંડવ હજુ પણ ચાલુ છે. લોસ એન્જલસના જંગલમાં આગથી થયેલી ભારે તબાહીનો મંજર આખી દુનિયા જોઈ રહી છે. એવું લાગે જાણે લોસ એન્જલસ ખાખ થઈ ગયું છે. લોસ એન્જલસમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ ઘરો અને ઈમારતો આગમાં હોમાઈ ગઈ છે અને આ અગ્નિકાંડે અત્યાર સુધીમાં 11 લોકોનો ભોગ લીધો છે. આ તબાહી ક્યારે રોકાશે કઈ કહેવું મુશ્કેલ છે. 

મંગળવારે આ તબાહીની શરૂઆત થઈ. પણ હજુ સુધી આ આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી શકાયો નથી. મંગળવારે જંગલમાં આગ લાગી. ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગુરુવારે કઈક હદ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો હવામાન વિભાગનું કહેવું છે કે વિકેન્ડમાં એકવાર ફરીથી આગ તેજ થઈ શકે છે. આ અગ્નિકાંડથી અમેરિકાને કેટલું નુકસાન થયું તેનું આકલન કરવું મુશ્કેલ  થઈ રહ્યું છે. 

અમેરિકાએ નથી જોઈ આવી તબાહી
એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના ઈતિહાસનો આ સૌથી ભયંકર અગ્નિકાંડ છે. અમેરિકાને કોઈ પણ અગ્નિકાંડમાં આ વખત જેટલું નુકસાન થયું નથી. નુકસાનની નાણાકીય અસર હજુ સ્પષ્ટ નથી. મૌસમ ડેટા ઉપલબ્ધ કરાવતી ખાનગી કંપની ‘AccuWeather’ ના એક અંદાજા મુજબ લગભગ 150 બિલિયન ડોલર સુધીનું નુકસાન થયું હોઈ શકે છે. જો ભારતીય ચલણની વાત કરીએ તો આ નુકસાન લગભગ 1,29,29,32,91,55,000 રૂપિયા (150 બિલિયન ડોલર) છે. જો કે સરકારી અધિકારીઓએ હજુ સુધી નુકસાન વિશે કોઈ અનુમાન જણાવ્યું નથી. હવે આ લોસ એન્જલસ વાઈલ્ડ ફાયર સંલગ્ન મહત્વની અપડેટ પણ જાણો. 

1. કેટલું નુકસાન
લગભગ 150 બિલિયન ડોલર અંદાજિત 1,29,29,32,91,55,000 રૂપિયા

2. કેટલા ઘર તબાહ થયા
કુલ 12 હજારથી વધુ ઘર કે ઈમારત તબાહ થયા. પ્રશાંત પાલિસેડ્સના પહાડી તટીય વિસ્તારોમાં 5300થી વધુ ઈમારતોને નુકસાન અથવા તો નષ્ટ. જેમાં જેમી લી કર્ટિસ અને બિલી ક્રિસ્ટલ જેવી જાણીતી હસ્તીઓના ઘર પણ સામેલ.

ઉત્તરી પાસાડેનામાં 7000થી વધુ ઈમારતો બળીને ખાખ થઈ. જેમાં ઘર, એપાર્ટમેન્ટ, કે વ્યવસાયિક ઈમારતો અને વાહન સામેલ. 

3. કેટલા લોકોની વધી મુસિબત
આગના કારણે 1.7 કરોડ લોકોના જીવન પ્રભાવિત થયા. આકાશમાં ધૂમાડો અને રાખના વાદળો છવાઈ જવાના કારણે કેલિફોર્નિયામાં 1.7 કરોડ લોકોને હવાની ગુણવત્તા અને ધળ અંગે સલાહ અપાઈ છે. 

4. ક્યાં વીજળી ડૂલ
સાઉથ કેલિફોર્નિયામાં 1,75,000 થી વધુ ઘરોમાં વીજળી નહતી. જેમાંથી લગભગ અડધા લોસ એન્જલસ કાઉન્ટીના હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news