ઉત્તરાયણમાં હવે કાચ પીવડાવેલી દોરીનો ઉપયોગ નહીં કરી શકો! ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

કાચ પાયેલી દોરી, ચાઈનીઝ દોરી કે નાઈલોન દોરી મળી આવી તો કડક કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત સરકારે ખાતરી આપી છે કે 13 જાન્યુઆરી સુધી કડક પગલા લેવામાં આવશે.

ઉત્તરાયણમાં હવે કાચ પીવડાવેલી દોરીનો ઉપયોગ નહીં કરી શકો! ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

ઝી બ્યુરો/અમદાવાદ: ઉત્તરાયણના તહેવારને હવે માત્ર 2-3 દિવસ બાકી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે ચાઈનીઝ દોરી ઉપરાંત કાંચ પાયેલી દોરીના વપરાશ અંગે પ્રતિબંધ ફરમાવતા આદેશ બાદ અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. ખાસ કરીને પતંગ ઉડાવવા માટે વપરાતી દોરી અને તેની બનાવટને લઈને હાઇકોર્ટે કોર્ટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. પતંગ ઉડાવવા વપરાતી ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં ઠેકઠેકાણે તેનું ચોરીછૂપીથી વેચાણ થતું હોય છે અને વપરાશ પણ થતો હોય છે. જેના કારણે પક્ષીઓ અને માનવ જિંદગી પણ જોખમાય છે. 

વિવિધ પ્રકારની દોરીના વપરાશને લઈને ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન કોર્ટે ચાઈનીઝ ઉપરાંત અત્યાર સુધી વપરાતી કાંચ પાયેલી પરંપરાગત દોરી પર પણ પ્રતિબંધ ફરમાવતો આદેશ આપ્યો છે. જેને લઈને વધુ સુનાવણી આગામી સોમવારે થશે. પણ હાલ કોર્ટના આદેશ બાદ ઝી 24 કલાકે શહેરના અમુક પતંગ રસિકો પાસેથી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં લોકોએ તરફેણ અને વિરોધ એમ બંને રીતની મિશ્ર પ્રતિક્રિયા આપી, તો કેટલાક નિવેદન આપવાથી બચતા પણ જોવા મળ્યા હતા.

કાચની દોરી પર HCનો પ્રતિબંધ
જો કાચ પાયેલી દોરી, ચાઈનીઝ દોરી કે નાઈલોન દોરી મળી આવી તો કડક કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત સરકારે ખાતરી આપી છે કે 13 જાન્યુઆરી સુધી કડક પગલા લેવામાં આવશે.

સરકારને આપ્યા કડક આદેશ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્ત્વનો આદેશ કર્યો છે. કોર્ટે ઉત્તરાયણમાં રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે. સાથે જ ચાઈનીઝ દોરી, નાઈલોન દોરીનાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે.

લોકોની સલામતી માટે લેવાયો નિર્ણય
પતંગ રશિયાઓ પોતાના માંજાથી પેચ કાપવા કાચની દોરીનો ઉપયોગ કરે છે ત્યારે હવે કોર્ટના આદેશ બાદ હવે તમને બજાર માંથી આ દોરી નહીં મળી શકે. જોકે કાચ પાયેલી દોરીથી ઘણા અકસ્માતો બને છે તેના કારણે કોર્ટ ધ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે લોકોની સલામતીને સલામતીને લઈને HCએ આ નિર્ણય લીધો છે. કોર્ટનું કહેવું છે કે લોકોની સલામતી વધારે મહત્વ છે. જેથી જોખમી સામગ્રીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news