ગુજરાતી સાવધાન! આ આગાહી વાંચતા પહેલા આંસુ લૂછવા માટે રૂમાલ પણ સાથે રાખજો
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં કાલ રાતથી જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જ્યારે દિવસે ઉનાળાની ગરમી પણ દિવસે અનુભવાય છે. રાત્રે ખુબ જ ટંડી અનુભવાય છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ એટલે કે 7થી 10 માર્ચ સુધી માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જેના અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી વ્યક્ત કરી છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર 7 થી 10 માર્ચ મહિના દરમિયાન દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્યગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે ખેડૂતોને પણ ચેતવણી અપાઇ ચુકી છે.
બીજી તરફ રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. જો કે અમદાવાદીઓએ ગભરવાની જરૂર નથી. ત્યાં વાતાવરણ સ્વચ્છ રહેશે અને હવાનો પારો 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જો કે સારી બાબત છે કે, આ વખતનો વાતાવરણનો મિજાજ જોતા અમદાવાદીઓને આ વખતે વધારે ગરમી સહન નહી કરવી પડે. ગરમી 41 થી 43 ડિગ્રી વચ્ચે હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે