મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકો વસુલી શકશે પાર્કિંગ ચાર્જ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો ખાસ જાણો...
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પાર્કિંગ ચાર્જ વસુલી શકાશે પરંતુ એટલો બધો પણ ન વસુલવામાં આવે કે લોકો બહાર પાર્કિંગ કરવા માટે મજબુર બને
Trending Photos
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોલ અને મલ્કિપ્લેક્સમાં પાર્કિંગ મુદ્દે અપાયેલા ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. જેના પગલે સુપ્રીમે વચગાળાની રાહત આપતા સુનાવણી પુર્ણ ન થાય ત્યાં સુધી એક કલાક માટે ફ્રી પાર્કિંગ અને ત્યાર બાદ પાર્કિગનો ચાર્જ વસુલવા માટેની છુટ મોલ અને મલ્ટિપ્લેક્સ એસોસિએશનને આપી છે. કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં પાર્કિંગ મુદ્દે સરકાર અને અને એસોસિએશન વચ્ચે વિવાદ થયો હતો.જેના પગલે મુદ્દે કોર્ટમાં પહોંચ્યો હતો.
સુપ્રીમનો ચૂકાદો આવે તે પહેલા જ સાંસદ સાક્ષી મહારાજ ઉવાચઃ '6 ડિસેમ્બરથી શરૂ થશે રામ મંદિરનું નિર્માણ'
સુપ્રીમ કોર્ટમાં સુરતના રાહુલરાજ મોલ કો.ઓ સર્વિસ સોસાયટી દ્વારા સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સુનાવણી ચાલે છે તેટલો સમય એક કલાક મફત પાર્કિંગ અને ત્યાર બાદ ટુ વ્હિલસનાં 10 અને ફોર વ્હિલરનાં 30 રૂપિયાવસુલવાની વચગાળાની રાહત આપી છે. જો કે સુપ્રીમ કોર્ટે ખાસ ટકોર કરી હતી કે પહેલો કલાક ફ્રી આપવો પડશે અને તેનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ ચુકાદો તમામ મોલ, મલ્ટિપ્લેક્સ અને તમામ કોમર્શિયલ બિલ્ડિંગોમાં લાગુ પડશે.
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા : 10 મુદ્દામાં જાણો સરકારે શું મહત્વની જાહેરાત કરી
સુપ્રીમ કોર્ટની મહત્વની ટકોર
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મલ્ટિપ્લેક્સ અને મોલ માલિકોની તરફેણ કરતા એક મહત્વની ટીપ્પણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આટલા મોટા પ્રમાણમાં પાર્કિંગનું સંચાલન કરવાનું હોય છે. માટે સંપુર્ણ ફ્રી પાર્કિંગ ક્યારે પણ હોઇ શકે નહી. જો કે હવે વધારે સુનાવણી 19મી નવેમ્બરે હાથ ધરવામાં આવશે.
વિદ્યાર્થીઓની થઈ જીત : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
પાર્કિંગનો મુદ્દો એક દેશ વ્યાપક સમસ્યા જેનો ઉકેલ લાવવો મુશ્કેલ
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં અરજદાર તરફથી હાજર એડ્વોકેટ કુમારેશ ત્રિવેદીએ કહ્યું કે, પાર્કિંગની સમસ્યા હાલ એક સળગતો મુદ્દો છે. જેના મુદ્દે સમગ્ર દેશમાં નાના મોટા વિવાદો થતા રહે છે. આ એક સર્વવ્યાપી સમસ્યા છે.
મોરબી : પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળ્યાં
જસ્ટિસ બોઝ અને ગુપ્તાની ખંડપીઠે ચુકાદો
સુપ્રીમ કોર્ટનાં જજ અનિરુદ્ધ બોઝ અને દિપક ગુપ્તાની ખંડપીઠે ચુકાદો આપ્યો કે અરજદાર જીડીસીઆરનાં નિયમ7.4 અનુસાર કોમર્શિયલ પ્રકારની બિલ્ડિંગમાં પ્રથમ કલાક પાર્કિંગ ફ્રી આપવાનું રહેશે. ત્યાર બાદ ચાર્જ વસુલી શકશે. પરંતુ આ ચાર્જ પણ કમર તોડ ન હોવો જોઇએ. 2 વ્હીલરનાં કિસ્સામાં 10થી વધારે નહી અને 4 વ્હીલરનાં કિસ્સામાં 30થી વધારે ન હોવો જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે