હાર્દિક પટેલે માં ઉમિયા અને ખોડીયારના સમ ખાઇને ZEE 24 KALAK પર કર્યો ચોંકાવનારો ખુલાસો
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવે તે પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. તેવામાં કોંગ્રેસનાં એક પછી એક નેતાઓની વિકેટો પડી રહી છે. જો કે હાર્દિક પટેલે આપેલું રાજીનામું હાલ સૌથી મોટો ચર્ચાનો વિષય છે. કારણ કે તેણે કોંગ્રેસમાંથી નિકળવાની સાથે સાથે કોંગ્રેસ અને હાઇકમાન્ડ પર જે પ્રકારનાં આક્ષેપો કર્યા છે તેના કારણે ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસની કાર્યપદ્ધતી પર સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસની સ્થિતિ હાલ ખાસીયાણી બિલાડી જેવી થઇ છે.
એક સમયે કોંગ્રેસ છોડું તો મારી છઠ્ઠીનું ધાવણ લાજે વગેરે જેવા દાવાઓ કરનારા હાર્દિકને જ્યારે Zee 24 Kalak દ્વારા સવાલોનાં ઘેરામાં લેવામાં આવ્યો ત્યારે તે લાજવાના બદલે ગાજ્યો હતો. મને જવાબદારી ન સોંપી અને અમે સવર્ણ સમાજને અનામત અપાવી જેવા ગોખીને આવેલા જવાબો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે પુછવામાં આવ્યું કે, તમે કહો છો કે જવાબદારી ન સોંપી તો પછી સુરતની જવાબદારીસોંપી ત્યારે તમે કેમ ન નિભાવી. જેના જવાબમાં હાર્દિકે કહ્યું કે, ઉમા ખોડલના સમ ખાઇને કહુ છું કે, મારા કહેવા પ્રમાણે ટિકિટો પણ નહોતી વહેંચાઇ કે ન તો મને સુરતમાં ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી સોંપવામાં આવી જ નહોતી. સુરત ડેમેજ કંટ્રોલ નહી મને જવાબદારી જ સોંપાતી નહોતી. જેના કારણે હું માત્ર એક શોકેસમાં મુકેલા નેતા જેવો બની ગયો હતો.
મને ન તો પાર્ટીની મીટિંગોમાં સ્થાન મળતું, ન તો પાર્ટીના હોર્ડિંગ બેનરોમાં સ્થાન મળતું. એટલે સુધી કે કોરોના કાળમાં મારા પિતાનું મોત થયું ત્યારે સમ ખાવા પુરતો પણ કોઇ કોંગ્રેસ નેતા ફરક્યો નહોતો. હવે જે નેતા પોતાનાં સાથી નેતાના ન થયા તે ગુજરાતની જનતાનાં શું થશે. કોંગ્રેસનાં નેતાઓ કાંઇ કરવા નથી માંગતા. તેઓ ચાર પાંચ ફિક્સ નેતાઓ છે જે એક પછી એક વારો બદલીને પ્રમુખ બને છે અને પોતાના ફાયદાનું કામ કરે છે. બાકી હવે તેમને પક્ષનાં ફાયદાની કોઇ પડી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે