આ કેરી સ્વાસ્થ્યની પથારી ફેરવી નાખશે! જો તમે કેરી ખાવાના શોખીન છો તો સાવધાન
કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ શતક બની છે, ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગે કેરીના વેપારીઓ પર દરોડા પાડ્યા છે. કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓની તપાસ કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે પગલાં લવાઈ શકે છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ શતક બની છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી ફ્રુટ માર્કેટમાં અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઈથેલીન થી પકવેલી કેરીઓ કબજે કરવામાં આવી હતી અને દંડ ફટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કેરી રશિયાઓ કેરી આરોગી રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરી પકડતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગની ટીમને મળી હતી જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી ફ્રુટ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેરી વેચનારા અલગ અલગ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેટલાક વેપારીઓને ત્યાં ઈથેલીન થી કેરી પકાવતા હોવાનું સામે આવ્યું હતું કેરીની સાથે ઈથેલીનની પડીકી મૂકવામાં આવી હતી. આ પડીકીને કારણે કેરી વહેલી તકે પાકી જાય છે.
જો કે આ કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ તમામ કેરીઓનો નાશ કરવામાં આવ્યો હતો અને જે તે વેપારીને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સાથોસાથ બગડેલી કેરીઓને પણ કચરા પેટીમાં ફેંકી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે