રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે જાહેર કર્યુ ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે જ રાજ્યમાં દિવસેને દિવસે ગરમીમાં વધારો થઇ શકે છે. ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડીગ્રીની આસપાસ પહોંચી શકે છે. તે જોતા હવામાન વિભાગ દ્વાર સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે જ રાજ્યમાં દિવસેને દિવસે ગરમીમાં વધારો થઇ શકે છે. ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડીગ્રીની આસપાસ પહોંચી શકે છે. તે જોતા હવામાન વિભાગ દ્વાર સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. ત્યારે 14, 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને વડોદરા સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 16મી એપ્રિલે સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
ગરમીથી બચવા શું કરવું
હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે 12થી 3 વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે