તમારી ધારણા કરતા વધુ ખતરનાક છે ધતૂરાના બીજ, જેનાથી પાટણમાં એક બહેને ભાઈ-ભત્રીજીને આપ્યું મોત
હાલ પાટણનો એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે, જેમાં એક બહેને ભાઈ અને ભત્રીજીને મારવા માટે ધતુરાના ધીમા ઝેરનો ઉપયોગ કરવાની વાત સામે આવે છે. આ બહેન છેલ્લા સાત મહિનાથી ભાઈ-ભત્રીજીને ગ્લુકોઝમાં ધતૂરાનું ઝેર મેળવીને આપતી હતી
Trending Photos
દિપ્તી સાવંત/અમદાવાદ :હાલ પાટણનો એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે, જેમાં એક બહેને ભાઈ અને ભત્રીજીને મારવા માટે ધતુરાના ધીમા ઝેરનો ઉપયોગ કરવાની વાત સામે આવે છે. આ બહેન છેલ્લા સાત મહિનાથી ભાઈ-ભત્રીજીને ગ્લુકોઝમાં ધતૂરાનું ઝેર મેળવીને આપતી હતી, જેથી આખરે પિતા-દીકરીએ દમ તોડ્યો હતો. બહેને બંનેને મારવા માટે એવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી કે, તે ન પકડાય. પણ આખરે તેની કરતૂત સામે આવી જ ગઈ હતી. તેથી ધતૂરાનું ઝેર કેવી રીતે શરીરમાં અસર કરે છે તે જાણવું અત્યંત જરૂરી છે.
ધતૂરો જ્યાં એક તરફ વિવિધ ઔષધીથી ભરપૂર હોય છે, ત્યાં જ બીજી તરફ તેના બીજનું સેવન કરવું એના કરતા વધુ ઘાતક હોય છે. ધતૂરાનો આપણે ઔષધીઓથી લઈને આસ્થા સુધીની બાબતોમાં પ્રયોગ કરીએ છીએ. ભગવાન ભોલેનાથનું પ્રિય ફૂલ છે. તે લગભગ 1 મીટર ઊંચો હોય છે. તેનુ વૃક્ષ સફેળ-કાળા એમ બે રંગનું હોય છે. હિન્દુ લોકો ધતૂરાનુ ફૂલ, ફળ અને પાન ભગવાન શંકર પર ચઢાવે છે. આચાર્ચ ચરકે તેને કનક અને સુશ્રુતના ઉન્મત્ત નામથી સંબોધિત કર્યું છે. આર્યુવેદના ગ્રંથોમાં તેને ઝેરીલા વર્ગમાં રાખવામાં આવ્યો છે. અલ્પ માત્રામાં તેના વિવિધા ભાગોના ઉપયોગથી અનેક રોગ સારા થઈ જાય છે. ધતૂરાના બીજ બહુ જ ઝેરીલા હોય છે. તેનું સેવન ભૂલથી પણ ન કરવુ જોઈએ. ધતૂરાના બીજના સેવનથી નશો પણ ચઢે છે અને વધુ પ્રમાણમાં શરીરમાં જવાથી જીવ પણ જતો રહે છે.
કેવી રીતે કામ કરે છે આ ઝેર
ધતૂરાના બીજનું સેવન કરવાથી મોઢામાં, ગળામાં અને જઠરમાં તેજ બળતરા પેદા થાય છે. ચામડી સૂકાઈ જાય છે અને જોરથી તરસ લાગે છે. આંખ અને ચહેરો એકદમ લાલ થઈ જાય છે. શરીરનું તાપમાન વધી જાય છે અને આંખોની પરત ફાટી જાય છે. તેના બીજથી શ્વસન તંત્ર રોકાઈ જાય છે અને શ્વાસ ઘૂંટાવાથી વ્યક્તિનું મોત થાય છે.
તેના બીજનું સેવન કરનારા લોકોમાં ઝેરના લક્ષણ દેખાય તો તરત સારવાર કરાવી લેવી જોઈએ. કેટલાક કિસ્સાઓમાં જો યોગ્ય સારવાર મળી જાય, તો પણ વ્યક્તિના શરીરના કોઈનો કોઈ અંગ તો અપંગ થઈ જાય છે. તેથી ધતૂરાના બીજથી દૂર રહેવું જોઈએ.
ગત વર્ષે જ રિલીઝ થયેલી એક્ટ્રેસ શ્રીદેવીની ફિલ્મ તમે જોઈ હશે. જેમાં શ્રીદેવી પોતાની દીકરીનો રેપ કરનાર આરોપી સાથે બદલો લેવા માંગે છે. તે એક આરોપીને સફરજનના બીજ ખવડાવીની મારે છે. ધતૂરાના બીજની જેમ સફરજનના બીજ પણ ઘાતક હોય છે. તેમાં એમિગડલિન નામનું તત્વ હોય છે, જ્યારે આ તત્વ વ્યક્તિના પાચન સંબંધી એન્ઝાઈમના સંપર્કમાં આવે છે, તો તે સાઈનાઈડ રિલીઝ કરે છે. કુદરતી રીતે બીજનું કોટિંગ બહુ જ હાર્ડ હોય છે, તેથી તેને તોડી પાડવું સરળ નથી હોતું. એમિગડલિનમાં સાઈનાઈડ અને ખાંડ હોય છે, જે આપણા શરીરને ગળી જાય, તો તે હાઈડ્રોજન સાઈનાઈડમાં તબદીલ થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે