રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
આસ્થાના મહાકુંભમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. અત્યાર સુધી કરોડોથી વધુ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી દીધી અને હજુ પણ કરોડો પાવન નગરી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. વિશ્વનો કોઈ પણ ખૂણો હોય કે પછી દેશની કોઈ જગ્યા..જ્યાં ગુજરાતીઓ ન જાય તેવું ક્યારેય ન બને..
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન માટે જઇ રહ્યા છે. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રભરમાંથી અંદાજીત 12 લાખ કરતા વધુ લોકો મહાકુંભમાં જઇ આવ્યા છે. રાજકોટથી પ્રયાગરાજ જવા માટે મોટું વેઇટિંગ ચાલી રહ્યું છે. એટલું જ નહીં ટ્રેન અને ફ્લાઈટમાં બુકીંગ ન મળતા હવે લોકો પોતાના વાહનો લઈને મહાકુંભમાં જવા નીકળી રહ્યા છે. મહાકુંભમાં જવા લોકો લાખો રૂપિયા ખર્ચવા પણ તૈયાર થઈ રહ્યા છે
- પ્રયાગરાજ મહાકુંભ જવા લોકોનું મોટું વેઇટિંગ..
- 56 હજાર થી 95 હજાર સુધીની ફ્લાઈટની ટીકીટ બુકીંગ..
- ટ્રેનમાં 130 થી 145 સુધીના વેઇટિંગ, વાહનો લઈ જવા મજબુર..
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં જવા લોકોની પડાપડી થઈ રહી છે. 144 વર્ષના સંયોગને લઈને લોકોમાં મહાકુંભમાં જવાની ઉત્સુકતા ખૂબ જ વધુ છે. સૌરાષ્ટ્રભરમાંથી અત્યાર સુધીમાં અંદાજીત 12 લાખ કરતા વધુ લોકોએ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન કર્યું છે. હજુ પણ 26 ફેબ્રુઆરી સુધીમાં લાખો લોકો સૌરાષ્ટ્રમાંથી મહાકુંભ પ્રયાગરાજ જવાનું આયોજન કરી રહ્યા છે. રાજકોટના પેલીકન ટુર્સ સંચાલક પ્રકાશભાઈ રાઠોડનું કહેવું છે કે, રાજકોટ થી પ્રયાગરાજ જવા માટે દરરોજ 20 થી 25 લોકો એક ઓપરેટર પાસે બુકીંગ કરાવવા માટે જઇ રહ્યા છે. લાખો લોકો મહાકુંભ પ્રયાગરાજ જવા માટેનું આયોજન કરી રહ્યા છે. રેલવે, ફ્લાઈટ તમામ બુકીંગ ફૂલ થઈ ગયા છે. વેઇટિંગ હોવાને કારણે લોકો બસ, ટેમ્પો અને સેલ્ફ કાર ડ્રાઇવ કરી જવાનું આયોજન કરી રહ્યા છે. સિનિયર સીટીઝન જે પણ ફ્લાઇટનો ભાવ હોઈ તે ઊંચા દરે પણ જવા માટે બુકીંગ કરાવી રહ્યા છે
ફ્લાઇટના ભાવ
● રાજકોટ થી પ્રયાગરાજ ફ્લાઇટ
- વ્યક્તિ દીઠ રિટર્ન ટીકીટ 95142 GST
● રાજકોટ થી વારાણસી ફ્લાઈટ
- વ્યક્તિ દીઠ રિટર્ન ટીકીટ 56621 GST
- વારાણસી થી 2 કલાક પ્રયાગરાજ જવાના 4000 અલગ થી ચૂકવવાના
● રાજકોટ થી ટ્રેનની સુવિધા
- રાજકોટ થી પ્રયાગરાજ માટે 2 ટ્રેનની સુવિધા છે
- ઓખા - બનારસ SL એક્સપ્રેસ અને રાજકોટ - બનારસ SPL
- બન્ને ટ્રેનમાં 130 થી 143 વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે અને 2 મહિના સુધીનું બુકીંગ છે
- ટ્રેનમાં સ્લીપર કોચના રૂ. 795, 3AC - રૂ.2020, 2AC રૂ. 2595 અને સિંગલ ટાયર ACના રૂ.4450નું ભાડું થાય છે
● શું છે પ્રયાગરાજમાં હોટેલની સ્થિતિ?
- સૌરાષ્ટ્રમાંથી પ્રયાગરાજ જતા મુસાફરોને પ્રયાગરાજમાં હોટેલ મોંઘી પડી રહી છે
- 2 વ્યક્તિના 24 કલાકનું ભાડું 3 સ્ટાર હોટેલમાં 16000 ચૂકવવું પડી રહ્યું છે
- 2 વ્યક્તિના 24 કલાકનું ભાડું 4 સ્ટાર હોટેલમાં 25000 ચૂકવવું પડી રહ્યું છે
- સૌરાષ્ટ્રવાસીઓ પ્રયાગરાજને બદલે વારાણસી અને લખનૌમાં હોટેલ બુકીંગ કરાવી રહ્યા છે. જેમાં અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ જેવા તીર્થ સ્થાનોની મુલાકાત લઈ રહ્યા છે
તો બીજી તરફ યુવાનોમાં મહાકુંભને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. 144 વર્ષના સંયોગ અને મહાકુંભમાં સ્નાન કરવા લોકો ઉત્સુક બન્યા છે. રાજકોટ થી ફ્લાઈટ અને ટ્રેન ફૂલ હોવા છતાં પણ પરિવાર સાથે લોકો કાર અથવા ટેમ્પો ભાડે કરીને પણ જવાનું આયોજન કરી રહ્યા છે. બુકીંગ કરાવનાર અસ્મિતા વાઘાણીએ કહ્યું હતું કે, ટ્રેનમાં લાબું વેઇટિંગ લિસ્ટ છે જ્યારે ફ્લાઇટની ટીકીટ મોંઘી છે. જેથી પરિવાર સાથે અમે કાર અથવા ટેમ્પો ભાડે કરી જવાનું નક્કી કર્યું છે. આટલા વર્ષો પછી આવો લાભ મળી રહ્યો છે.જેથી પરિવાર સાથે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જવાનું આયોજન કર્યું છે.
પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા સૌરાષ્ટ્રભરમાંથી લોકો જઇ રહ્યા છે. જેને કારણે ટ્રેન અને ફ્લાઈટ સહિતની સુવિધાઓ વધારવી જરૂરી બની છે. જોકે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઘાટ પર દરરોજ કરોડો લોકો ડૂબકી લગાવી રહ્યા છે. અમૃતસ્નાનનું મહત્વ હોવાથી આ મહાકુંભમાં કરોડો લોકોની ભીડ જોવા મળશે. જેમાં પ્રયાગરાજમાં દર ચોથા વ્યક્તિએ 1 ગુજરાતી મળશે. હજુ તો મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમૃતસ્નાન કરવા પહોંચશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે