સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો પ્રોગ્રામ હોય તો ફટાફટ કરજો! પ્રવાસીઓ માટે આકર્ષણ બને કેસૂડા ટૂર
કેસુડા ટુર માટે અલગ અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. જ્યાં પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકાતનગર ખાતે આજથી કેસુડા ટુરનું શુભારંભ થયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે.
વસંતઋતુના આગમનની સાથે જ એકતાનગર આસપાસનો વિસ્તારમાં 65 હજારથી વધુ કેસુડાના વૃક્ષો હોવાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ કેસુડામય બની જાય છે.જેનો લાભ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ લઈ શકે તે માટે આજથી "કેસુડા ટુર" પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ વેબસાઈટ પર ટિકીટ બુક કરાવી સવારે 7થી 10 અને સાંજે 4થી 07 વાગ્યા સુધીમાં સહભાગી થઈ શકશે.
કેસુડા ટુર માટે અલગ અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. જ્યાં પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે. જ્યાં ટ્રેકિંગની સાથે સાથે ખલવાણી ઈકોટુરિઝમ સાઈટની પણ મુલાકાત પણ લઈ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે