સુરતના રેડ લાઇટ એરિયામાં લલના અને યુવાન આવ્યા બથ્થમબથ્થા! પોલીસ ઉભી ઉભી જોતી રહી
શહેરમાં ગુનાખોરી હવે ખુબ જ સામાન્ય બાબત બની ચુકી છે. રોજિંદી રીતે દુષ્કર્મ, હત્યા જેવા કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. પોલીસના હાથમાં હવે કાયદો કે વ્યવસ્થા કંઇ પણ નહી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે શહેરનો દિલ્હી ગેટ વિસ્તાર વર્ષોથી રેડ લાઇટ એરિયા તરીકે જ ઓળખાય છે. ત્યાં ખુલ્લામ ખુલ્લા દેહ વ્યાપાર ચાલે છે. જેના કારણે અનેક વખત રસ્તે જતી મહિલાઓ પણ આવા અનુભવોનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક રસ્તે જતી યુવતીને કોલગર્લ સમજીને યુવાને ઇશારો કરતા રણચંડી બનેલી યુવતીએ જાહેરમાં તેની ધોલાઇ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા જ એક કિસ્સામાં યુવાનની હત્યા પણ આ વિસ્તારમાં થઇ ગઇ હતી.
Trending Photos
સુરત : શહેરમાં ગુનાખોરી હવે ખુબ જ સામાન્ય બાબત બની ચુકી છે. રોજિંદી રીતે દુષ્કર્મ, હત્યા જેવા કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. પોલીસના હાથમાં હવે કાયદો કે વ્યવસ્થા કંઇ પણ નહી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે શહેરનો દિલ્હી ગેટ વિસ્તાર વર્ષોથી રેડ લાઇટ એરિયા તરીકે જ ઓળખાય છે. ત્યાં ખુલ્લામ ખુલ્લા દેહ વ્યાપાર ચાલે છે. જેના કારણે અનેક વખત રસ્તે જતી મહિલાઓ પણ આવા અનુભવોનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક રસ્તે જતી યુવતીને કોલગર્લ સમજીને યુવાને ઇશારો કરતા રણચંડી બનેલી યુવતીએ જાહેરમાં તેની ધોલાઇ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા જ એક કિસ્સામાં યુવાનની હત્યા પણ આ વિસ્તારમાં થઇ ગઇ હતી.
અહીં રૂપલલનાઓના ત્રાસના કારણે સામાન્ય મહિલાઓને પણ ખુબ જ હેરાન થવું પડે છે. પરંતુ આવી ઘટનાઓથી પોલીસને જાણે કોઇ જ ફરક પડતો નથી. પોલીસની પેટ્રોલિંગ વાન પડી હોવા છતા તેની સામે તમામ પ્રકારનાં ધંધાઓ થતા રહે છે. પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક શહેરોમાં સવાલો ઉઠી રહ્યા છે. જો કે સુરતમાં તો પોલીસની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે છે. લોકો પણ પોલીસની નિષ્ક્રિયતાથી પરેશાન છે. અનેક કિસ્સાઓ સામે આવ્યા છતા પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગત રોજ એક યુવક અને લલના વચ્ચે કોઇ મુદ્દે બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયેલી લલનાએ યુવકને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું. જોત જોતામાં લોકો એકત્ર થઇ ગયા હતા. 50 મીટર દુર ઉભેલી પોલીસ પણ આ મુદ્દે મુકદર્શક બની હતી. જો કે બબાલ મોટી થતી જોઇને ટીઆરબી જવાનો દોડી આવ્યા હતા. યુવકને તથા યુવતીને છોડાવ્યા હતા. જો કે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરત પોલીસની આંખો ઉઘડી હતી. જો કે હજી સુધી કોઇ કાર્યવાહી કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે