CA ની ફાઇનલ પરીક્ષામાં સુરતનાં 6 વિદ્યાર્થીઓનો ડંકો, મુદીતે સમગ્ર દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો
Trending Photos
તેજસ મોદી/સુરત : ઉદ્યોગ ક્ષેત્રે ડંકો વગાડનાર સુરત હવે શિક્ષણ ક્ષેત્રે પણ જાણીતું થયું છે, ત્યારે ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્ધારા લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષામાં મુદિત અગ્રવાલે દેશમાં બીજો ક્રમ મેળવી સુરત સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. મુદિતે બિઝનેસ કરવાની અને MBA કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં મૂળ રાજસ્થાનનો 22 વર્ષીય મુદિત પ્રદિપ અગ્રવાલ પરિવાર સાથે રહે છે. પિતા કાપડના વેપારી છે.
ગત નવેમ્બર મહિનામાં ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્ધારા લેવાયેલી સીએની પરિક્ષા લેવાઈ હતી. જેમાં 800માંથી 589 માર્ક્સ સાથે મુદિતે દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે. પરીક્ષા પહેલા રોજ 6-7 કલાકનો અભ્યાસ કરતો હતો. મુદિતે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન નવેમ્બરમાં પરીક્ષા હોવાના કારણે દરરોજ 12-13 કલાકનો અભ્યાસ કર્યો હતો. સીપીએસના ક્લાસના ટીચર રવિના માર્ગદર્શન સાથે અભ્યાસ કર્યો હતો. મુદિતે એમબીએની સાથે બિઝનેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સુરતના કુલ 6 વિદ્યાર્થીઓને ટોપ 50માં સ્થાન મળ્યું છે. મુદિત ઉપરાંત વર્ષીલ દેસાઈએ 17મો, ચંદ્રશેખર પંસારીનો 31મો ક્રમ જ્યારે વિનય તાતડે દેશમાં 43મો ક્રમ મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપનાર રવિ છાવછરીયાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશભરમાં ગર્વ લેવાનું કામ સુરતે કર્યું છે. અમારા ક્લાસના ચાર વિદ્યાર્થીઓ ટોપ 50માં આવ્યા છે, જ્યારે 100 વિદ્યાર્થીઓ પાસ થયા છે, લોકડાઉન અને કોરોનાની મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓએ ભરપૂર મહેનત કરી છે. સતત ઓનલાઈન શિક્ષણ મેળવ્યું છે, અને એ ભ્રમણા પણ તોડી છે કે ઓનલાઈન અભ્યાસ કરીને પણ સારા માર્ક્સ આવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે