IPL 2022: ચાલુ મેચમાં મેદાનમાં દોડી ગયો ચાહક, સુરક્ષાકર્મીએ જોન સીનાની જેમ ઉપાડી બહાર ફેંક્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી આઇપીએલ 2022 ની ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સે બેંગ્લોર વિરૂદ્ધ સાત વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ કમાલ કર્યો. બેટ્સમેનોએ પોતાના દમ પર જ રાજસ્થાનને ફાઇનલ સુધી પહોંચાડી
Trending Photos
ઝી બ્યુરો, અમદાવાદ: આવતીકાલે આઇપીએલ સીઝનની અંતિમ એટલે કે આઇપીએલ ફાઇનલ યોજાવા જઈ રહી છે. ત્યારે ગઈકાલે એટલે કે 27 મે 2022 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર મેચ યોજાઈ હતી. આ મેચની શરૂઆતમાં જ વિરાટ કોહલીના એક ફેન્સની હરકતથી આખા સ્ટેડિયમમાં રમૂજ ભર્યો માહોલ જોવા મળ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી આઇપીએલ 2022 ની ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સે બેંગ્લોર વિરૂદ્ધ સાત વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ કમાલ કર્યો. બેટ્સમેનોએ પોતાના દમ પર જ રાજસ્થાનને ફાઇનલ સુધી પહોંચાડી. ત્યારે આ મેચની શરૂઆતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને મળવા માટે એક ફેન્સ સુરક્ષા ઘેરો તોડી મેદાનમાં દોડી આવ્યો હતો. તે સમયે વિરાટ કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે ફેન વિરાટ તરફ દોડી રહ્યો હતો.
Intruder in yesterday's match.
Kohli 🤣 pic.twitter.com/1CiQXZTDdm
— Samy (@ZlxComfort) May 26, 2022
જો કે, આ દરમિયાન સુરક્ષાકર્મીઓ વચ્ચે આવી ગયા અને તે ફેન્સને ખભા ઉપર નાખી મેદાન બહાર લઈ ગયા. સુરક્ષા કર્મચારીએ તે શખ્સને WWE ના રેસલર જોન સીનાની જેમ ઉઠાવી લઈ ગયા. વિરાટ કોહલી આ દ્રશ્ય જોઈ પોતાનું હાસ્ય રોકી શક્યો ન હતો અને ચાલુ મેચમાં વિરાટ કોહલીએ સુરક્ષાકર્મી દ્વારા ફેન્સને ઉઠાવીને લઇ જવાની એક્ટિંગ પણ કરી હતી. ત્યારે આ વીડિયો સ્ટેડિયમમાં હાજર એક શખ્સે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે