12 દિવસમા સસ્તા પેકેજમાં આખું ગુજરાત ફરો, આવી ઓફર વારંવાર નહિ આવે
IRCTC Gujarat Package: ગુજરાત માટે IRCTC શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે, 12 દિવસમાં માટે આખું ગુજરાત ફરવા તમે આ પેકેજ બુક કરાવી શકો છો, જેમાં તમને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે, 12 દિવસમાં તમે કેટકેટલી જગ્યાઓ ફરી શકો છો તે જાણી લો
Trending Photos
IRCTC Gujarat Package: દેશમાં ગુજરાતની પોતાની એક અલગ ઓળખ છે. પશ્ચિમી ભારતમાં આવેલ ગુજરાત ફરવા માટે એક બેસ્ટ રાજ્ય છે. કારણ કે, અહીં મંદિરથી લઈને પાર્ક, રણ સહિત અનેક ફરવાલાયક સ્થળો છે. પરિવાર સાથે ફરવા માટે ગુજરાતમાં ઢગલાબંધ બેસ્ટ ઓપ્શનમાંથી એક છે. જો તમે પર ગુજરાતની આ જગ્યાઓ એક્સપ્લોર કરવા માંગો છો તો તમારી માટે IRCTC એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે.
12 દિવસના પેકેજમાં ફરો ગુજરાત
ગુજરાત ફરવા માટે તમે IRCTC નું 11 રાત અને 12 દિવસનું પેકેજ બુક કરાવી શકો છે. આ પેકેજનું નામ છે Glory Of Gujarat Ex Puri. આ પેકેજ દર સોમવારે શરુ થાય છે. પેકેજની શરૂઆત ભુવનેશ્વર/પુરીથી થશે. વેકેશન પૂરુ થવાને હજી વાર છે. આ પેકેજને તમે 24 જુન માટે બુક કરાવી શકો છો. જે તમારું સમર વેકેશન સ્પેશિયલ બનાવશે. આ પેકેજમાં તમને જે જગ્યાઓ પર ફેરવવામાં આવશે તે છે વડોદરા, કેવડિયા, અમદાવાદ, રાજકોટ, સોમનાથ, દ્વારકા.
IRCTC નું ગુજરાત ટ્રેન ટુર પેકેજ
આ પેકેજમાં ટ્રાવેલિંગ મોડ ટ્રેનનો રહેશે, જેમાં ટિકિટને લઈને તમારી પાસે બે ઓપ્શન રહેશે. પહેલુ ઓપ્શન થર્ડ એસી અને બીજું ઓપ્શન સ્લીપર ક્લાસ રહેશે. આ પેકેજમાં તમને જે પણ હોટલમાં રોકવવામાં આવશે, ત્યાં એસી રૂમ હશે. આ ઉપરાંત રોડથી તમને જે પણ જગ્યાએ લઈ જવામા આવશે, ત્યાં એસી કારની વ્યવસ્થા હશે. ઓફ-બોર્ડ મીલમાં તમને સવારનો નાસ્તો અને રાતનું ડિનર આપવામાં આવશે. તો મીલ પ્લાનમાં તમને બ્રેકફાસ્ટની સાથે લંચ કે ડિનરમાંથી કોઈ એકની પસંદગી કરી શકો છો. પેકેજમાં મુસાફરોનો ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ કવર કરવામાં આવશે. આ ઉપરાંત ટોલ, પાર્કિંગ, અને જીએસટી પહેલાથી જ આ પેકેજમા સામેલ છે.
થર્ડ એસી અને સ્લીપર ક્લાસની કિંમત
હવે ગુજરાત પેકેજની કિંમતની વાત કરીએ તો, તેમાંથી કોઈ અલગ-અલગ કેટેગરી છે. જો તમે પેકેજને થર્ડ એસીની સાથે લો છો, તો સિંગલ બુક કરાવવા પર તમને 80,095 રૂપિયા ખર્ચ કરવા પડશે. તો બે લોકો માટે શેરિંગ પર પેકેજની કિંમત 45,750 રૂપિયા થઈ જશે. અને ત્રણ લોકો માટે પેકેજની કિંમત 36,755 રૂપિયા રહેશે બાળકો માટે ભાડું 24,155 થી 21,370 રૂપિયાની વચ્ચે રહેશે. હવે સ્લીપર ક્લાસની વાત કરીએ તો, તેમાં એકલાનું પેકેજ બુક કરાવવા પર તમને 75,200, બે લોકો માટે 40,855 અને ત્રણ લોકો માટે 31,860 રૂપિયા આપવાના રહેશે. તેમાં બાળકો માટે ખાસ પ્રાઈસ 19,255 થી 16470 રૂપિયાની વચ્ચે રહેશે. ઉલ્લેખનીય છે કે, પેકેજનું ભાડું 1 થી 3 મુસાફરો માટે છે.
પેકેજની કિંમત 4-6 મુસાફરો માટે આ હશે
આ ઉપરાંત, જો તમે 4 થી 6 મુસાફરો છો, તો થર્ડ એસીમાં બે લોકો માટે પેકેજ કિંમત 37,365 રૂપિયા છે અને ત્રણ લોકો માટે પેકેજ કિંમત 35,395 રૂપિયા છે. તેવી જ રીતે, બાળકો માટેના પેકેજની કિંમત રૂ. 22,065 થી રૂ. 19,280 વચ્ચે છે. જ્યારે સ્લીપર ક્લાસમાં બે લોકો માટેના પેકેજની કિંમત 32,470 રૂપિયા અને ત્રણ લોકો માટેના પેકેજની કિંમત 30,500 રૂપિયા છે. જ્યારે બાળકો માટેના પેકેજની કિંમત 17,170 રૂપિયાથી 14,385 રૂપિયાની વચ્ચે છે.
તમને પેકેજ વિશેની તમામ માહિતી જણાવ્યા પછી, હવે અમે તમને જણાવીએ કે તમે પેકેજ કેવી રીતે બુક કરી શકો છો. આ પૅકેજ ઑફલાઇન બુક કરવા માટે તમારે તેની ઑફિસમાં જવું પડશે. ઓનલાઈન બુકિંગ માટે તમારે IRCTCની વેબસાઈટ www.irctctourism.com પર જવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે