વાવાઝોડું કે વરસાદ પણ રોકી શક્યો નહીં લગ્ન, મહિસાગરમાં વર-કન્યાએ લીધા આ રીતે ફેરા, જુઓ VIDEO
મહીસાગરમાં ભારે વરસાદ વચ્ચે એક વર કન્યાએ સાત ફેરા ફર્યા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટનામાં લગ્નમાં ધોધમાર વરસતા વરસાદ વચ્ચે આ કપલે જાણે પરણવાનું મન બનાવી લીધું હોય તેમ સાત ફેરા ફરી ફર્યા.
Trending Photos
Social Media Video Viral: બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. વાવાઝોડું ભલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટક્યું હોય પરંતુ તેની સૌથી માઠી અસર ઉત્તર ગુજરાતમાં પડી રહી છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે હાલ ખુબ જ ચર્ચામાં છે.
વરસાદ પણ રોકી શક્યો નહીં લગ્ન, મહિસાગરમાં વર-કન્યાએ આ રીતે ફેરા ફર્યા, જુઓ વાયરલ વીડિયો #Mahisagar #ViralVideo #ZEE24Kalak pic.twitter.com/G3T7an7ZM2
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2023
મહીસાગરમાં ભારે વરસાદ વચ્ચે એક વર કન્યાએ સાત ફેરા ફર્યા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટનામાં લગ્નમાં ધોધમાર વરસતા વરસાદ વચ્ચે આ કપલે જાણે પરણવાનું મન બનાવી લીધું હોય તેમ સાત ફેરા ફરી ફર્યા. વરરાજા એ ધોધમાર વરસતા વરસાદમાં સાત ફેરા ફર્યા હતા, તે વખતે જાનૈયાઓએ લગ્નનો માંડવો પકડી ફેરા ફેરવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
નોંધનીય છે કે, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રાજસ્થાનના સરહદીય વિસ્તારનો વિડીયો હોવાની પ્રાથમિક માહિતી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યુ છે. બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પાલનપુરમાં છેલ્લા છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે લગ્નનો વીડિયો વાયરલ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે