આજે રાજ્યમાં જન્માષ્ટમીની ઠેરઠેર ઉજવણી, દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર
જન્માષ્ટમીના પાવન પર્વને લઇ દ્વારકા અને ડાકોર સહિત રાજ્યમાં કૃષ્ણના દર્શનાથે ભક્તો ઉમટી રહ્યા છે
Trending Photos
અમદાવાદ: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે જ્યારે જોગાનુજોગ આજે જન્માષ્ટમી પણ છે. શ્રાવણનો મહિનાનો છેલ્લો સોમવાર અને જન્માષ્ટમીનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે. છેલ્લા સોમવારને લઇ વહેલી સવારથી જ સોમનાથ સહિત રાજ્યના શિવ મંદિરોમાં તેમજ જન્માષ્ટમીના તહેવારને લઇ દ્વારકા અને ડાકોર સહિત રાજ્યમાં કૃષ્ણના દર્શનાથે ભક્તો ઉમટી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવન જન્માષ્ટમીનાં પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.
(શામળાજી મદિરમાં વહેલી સવારે ભગવાનની મંગળા આરતીમાં ભક્તો જોડાયા હતા)
આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે યાત્રાધામ દ્વારકા અને ડાકોરમા જન્સમાષ્ટમીનું વિશેષ મહત્વ છે. કૃષ્ણ જન્મોત્સવને લઇ મધરાતથી જ દ્વારકા નીજ મંદિરે મોટી સંખ્યામાં ભકતોનો ઉમટ્યા છે અને ભગવાન કૃષ્ણના દર્શન માટે ભકતોની લાંબી લાઇનોમાં ઉભા જોવા મળી રહ્યા છે. જ્યારે ડાકોરમાં નિત્યક્રમ મુજબ વહેલી સવારે ઠાકોરજીની મંગળા આરતી કરાઇ હતી. જેનાં દર્શન કરવા માટે ભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા અને મંદિરમાં જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો.
(શામળાજી મદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા)
અરવલ્લી જીલ્લાના સુપ્રસિધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ શામળાજી મદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે સાથે ભગવાનની મંગળા આરતી બાદ ભગવાન ગદાધર કાળીયા ઠાકોરનો ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરીને પંચામૃત દ્વારા અભિષેક કરવામાં આવ્યો છે. આ પંચામૃતમાં ઘી, દૂધ, દહીં, માખણ અને સાકર જેવી સામગ્રી મિક્સ કરીને અભિષેક કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કરી પોતાને ધન્ય કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવન જન્માષ્ટમીનાં પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી અને PM મોદીએ ટ્વિટ કરીને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની શુભકામના પાઠવી દેશવાસીઓને જયશ્રીકૃષ્ણનો સંદેશ પાઠવ્યો હતો.
Janmashtami greetings to everyone.
श्रीकृष्ण जन्माष्टमी के पावन अवसर पर सभी को हार्दिक शुभकामनाएं। जय श्रीकृष्ण!
— Narendra Modi (@narendramodi) September 3, 2018
પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાને આજે ખુલ્લો મુકવામા આવ્યો છે. પોરબંદરના દરિયા કિનારે વિશાળ ચોપાટી ગ્રાઉન્ડ પર જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં પોરબંદર નગરપાલિકા દ્વારા 6 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા દ્વારા રીબીન કાપીને વિધીવત રીતે લોકમેળાને શહેરીજનો માટે ખુલ્લો મુક્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવધ રાઈડ્સો, રમકડા અને ખાણી-પીણીના સ્ટોલ સહિત મનોરંજનના અનેક સાધનો સાથે લાખો લોકો મેળાની મોજ માણશે. તો મેળામાં આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઈને સીસીટીવી કેમેરા વડે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે