કડવા પાટીદારોને અન્યાય થવાનું કારણ ધરીને જુનાગઢના BJP ના મહામંત્રીએ આપ્યું રાજીનામુ
Trending Photos
સાગર ઠાકર/જુનાગઢ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જૂનાગઢ (junagadh) જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જિલ્લા ભાજપ મહામંત્રી નીતિન ફળદુ (ટીનુભાઈ) એ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. નીતિન ફળદુએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (cr patil)ને લેખિતમાં રાજીનામું આપ્યું છે. તેમણે કડવા પાટીદાર સમાજ (patidar samaj) ને અન્યાય થયો હોવાથી રાજીનામુ આપતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. નીતિન ફળદુ કડવા પાટીદાર સમાજના આગેવાન છે. તેઓ માણાવદર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તેમણે પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં નામનો ઉલ્લેખ કર્યા વગર જવાહર ચાવડા પર નિશાન સાધ્યું હતું. પોતાના વિધાનસભા મતવિસ્તારમાં મનમાની કરી જૂથવાદ અને જ્ઞાતિવાદ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : પ્રેમીએ વારંવાર શરીર સુખ માણીને છોડી દીધી, સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીની આત્મહત્યા
ચુંટાયેલા ધારાસભ્ય દ્વારા પાટીદાર સમાજને રાજકીય રીતે ખુબ મોટું નુકસાન ચાલી રહ્યુ
નીતિન ફળદુએ પ્રદેશ અધ્યક્ષને મોકલેલા રાજીનામામાં અનેક કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લાં ઘણા સમયથી ભાજપ (BJP) દ્વારા કડવા પાટીદારોને અન્યાય થઈ રહ્યો છે. તેના કેટલાક ચોક્કસ કારણો પણ સામે આવ્યા છે. પાટીદાર આંદોલન સમયે પાટીદારો હંમેશા ભાજપ પાર્ટીની સાથે રહ્યા છે. તેમ છતાં જિલ્લા સંગઠન તથા ચુંટાયેલા ધારાસભ્ય દ્વારા પાટીદાર સમાજને રાજકીય રીતે ખુબ મોટું નુકસાન ચાલી રહ્યુ છે. પાટીદાર અનામત આંદોલનમાં જે લોકોએ પાટીદાર સમાજ (patidar samaj) નો ઉપયોગ કરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા અમુક લાલચું વ્યક્તિઓ આજે તે જ લોકો ભાજપ પાર્ટીમાં ટીકીટ આપવાની શરતે જોડાયેલા હોય એ ખુબ દુ:ખની બાબત છે. ભાજપ પાર્ટીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યુ તે યોગ્ય છે. પણ પાટીદાર સમાજમાં આ અભિયાન શરૂ કર્યુ તે ખુબ ગંભીર નિર્ણય છે. ગુજરાત આખામાં કેટલાય યુવાનો છે જેને યુવા મોરચાથી પોતાની કારકિર્દી બનાવી અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી (local body polls) માં દાવેદારી નોંઘાવવાના છે. તે યુવાનોને આ જિલ્લામાં કે રાજયમાં પાટીદાર સમાજના યુવાનને ટીકીટ ન મળે અને લાલચું લોકોને ટીકીટ મળે તેનો ખુબ જ ખ્યાલ રાખવો જરૂરી છે.
આ પણ વાંચો : નરેશ પટેલનો હુંકાર, ‘ક્લાર્કથી કલેક્ટર સુધી અને સંરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જોઇએ’
નીતિન ફળદૂુએ જવાહર ચાવડા પર નિશાન સાધ્યું
તેમણે વધુમાં પત્રમાં લખ્યું છે કે, ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી સૌથી વધારે નરેન્દ્ર મોદી સાહબેને અપશ્બદો કહેવા અને નામ ખરાબ કરવું તેવા ધારાસભ્યને ભાજપમાં લઇ ખુબ મોટું પાપ થયુ છે. આ ધારાસભ્ય હાલની પરિસ્થિતિએ પોતાની વિઘાનસભામાં સ્વતંત્ર અઘિકાર આપી ભાજપ પાર્ટીએ ભુલ કરી છે. સંગઠનના કાર્યક્રમો, ખાતમુર્હતના કાર્યક્રમો તેમજ અન્ય કોઇપણ જાહેર કાર્યક્રમોમાં જિલ્લા સંગઠન, ભાજપ પાર્ટીના દરેક સમાજના આગેવાનો તથા કોઇપણને જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવે છે. ભાજપમાં આ ધારાસભ્યને કારણે જુથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે. રાજીનામું આપવાનાં ઘણા બઘા કારણો છે કે આવનારા સમયમાં ભાજપ પાર્ટીને નડતરરૂપ થશે. આ બઘી બાબતોને ઘ્યાને લઇને મારૂ રાજીનામું સ્વીકારવા નમ્ર અરજ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે