માતાપિતાને ઘરમાં એકલા મૂકીને નોકરી કરતા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સો, જૂનાગઢમાં ડબલ મર્ડર બાદ લૂંટ કરાઈ
Trending Photos
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :માતાપિતાને ઘરમાં એકલા મૂકીને નોકરી કરતા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સો જૂનાગઢ શહેરમાં બન્યો છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતાપિતાની હત્યા કરાઈ છે. 7 લાખની લુંટ ચલાવી દંપતીની કરપીણ હત્યા (murder) કરાઈ છે.
જૂનાગઢના વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સેંદરડા ગામે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. રાજાભાઈ જીલડીયા અને તેના પત્ની જીલુબેન જીલડીયાની ઘોર નિંદ્રામાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કર હતા. વૃદ્ધ દંપતી જ્યારે પોતાનાં ખેતરમા અવેલ ઘરમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્શો દ્વારા ગળું દબાવીને માથા ભાગે બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી હતી. જેના બાદ ઘરમા રહેલ 3 લાખ રોકડ અને સોનાંના દાગીના સહિત 7 લાખની લુંટ ચલાવી હતી. ડબલ મર્ડરની ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. ડોગ સ્કોડ અને FSL ની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. વંથલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ડબલ મર્ડર 302 નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : રાજધાની બસ ભડકે બળતા મુસાફરોની ચીચીયારીઓ સંભળાઈ, આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, મહિલા જીવતી ભડથુ થઈ
વંથલી તાલુકાના સેંદરડા ગામે રાજાભાઇ દેવદાનભાઇ જીલડિયા (ઉ. 65) અને તેમના પત્ની જાલુબેન (ઉ. 70) ટીનમસ જવાના રસ્તે સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલા મકાનમાં રહે છે. તેમની દીકરી કુંવરબેન જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ને દીકરો અશ્વિનભાઇ બાજુના ગામમાં ખેતી માટે ગયો હતો. વહેલી સવારે દૂધવાળો દૂધ આપવા આવ્યો ત્યારે તેણે જોયુ કે રાજાભાઈ અને જાલુબેનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ જોઈ તેમણે તાત્કાલિક અશ્વિનભાઈ અને કુંવરબેનને જાણ કરી હતી. બંનેએ દોડી આવીને જોયુ તો માતાપિતાનો મૃતદેહ પડ્યો હતો અને ઘરમાંથી દાગીના તેમજ રોકડા રૂપિયા ગાયબ હતા.
ઉલ્લેખનીય છે કે, વાડીઓમાં એકલા રહેતા ખેડુતોમાં પણ લૂંટ અને હત્યાના બનાવથી ડરનો માહોલ છવાઇ ગયો છે. સતત આ પ્રકારે લૂંટના બનાવ વધી રહ્યાં છે. એકલા રહેતા વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે