Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં ભાજપને ફરી પડકારશે કેજરીવાલ: આ છે 2 દિવસનો પ્લાન, માન પણ આવશે
Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. કેજરીવાલ તેમની આ મુલાકાત દરમિયાન એક વિશાળ જનસભાને સંબોધશે.
Trending Photos
Arvind Kejriwal Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણીના 14 મહિના બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં આપ ધીમેધીમે પોતાનો જનાધાર ખોઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભા આવતાંની સાથે કેજરીવાલ ફરી સક્રીય થયા છે. કેજરીવાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવા ગુજરાતના સ્થાનિક નેતાઓ સાથે રણનીતિ બનાવશે અને 2024ની તૈયારીઓનું રણશિંગુ ફૂંકશે. કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહેશે. આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભરૂચની લોકસભા સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે. લગભગ આ મામલો ફાયનલ થઈ જશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. કેજરીવાલ તેમની આ મુલાકાત દરમિયાન એક વિશાળ જનસભાને સંબોધશે. કેજરીવાલ એક વર્ષથી વધુ સમય બાદ ગુજરાતમાં કાર્યક્રમ કરશે. આ પહેલા તેઓ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છેલ્લી વાર આવ્યા હતા. કેજરીવાલ વડોદરા પહોંચશે અને ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા કરશે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ ત્રણ દિવસ માટે રોકાવાના છે, પરંતુ નવા ટાઈમ ટેબલ પ્રમાણે કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે અને પછી 8 જાન્યુઆરીએ દિલ્હી પરત ફરશે.
અગાઉ કેજરીવાલની મુલાકાત દરમિયાન પાર્ટીના નેતા સંદીપ પાઠકે ગુજરાતમાં ભાજપને ક્લીવ સ્વીપ કરતા રોકવાનો દાવો કર્યો હતો. તેમણે ભરૂચથી પક્ષના નેતા ચૈતર વસાવાની એન્ટ્રીના સંકેત પણ આપ્યા હતા. જોક, ભાજપ સાથે આ મામલે ગઠબંધન થાય એ અતિ જરૂરી છે. કેજરીવાલ કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં આપની એન્ટ્રી અને ભાજપને ક્લિનસ્વીપથી રોકવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.
કેજરીવાલ અને માન વડોદરામાં જ રહેશે
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ હાલમાં જેલમાં બંધ પણ આદિવાસી દબંગ નેતા ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભા કરશે. આ રેલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે. 7 જાન્યુઆરીએ નેત્રંગમાં રેલી યોજાશે. આ પછી તેઓ 7મી જાન્યુઆરીએ બપોરે વડોદરા પહોંચશે. અરવિંદ કેજરીવાલ સાંજે 7 વાગ્યે લોકસભા મતવિસ્તારના નેતાઓ સાથે ચૂંટણી સમીક્ષા બેઠક કરશે. આ બેઠક વડોદરામાં જ યોજાશે. ભાજપના નેતાઓના લોકસભાની ચૂંટણી પહેલાં આંટાફેરા વધ્યા છે ત્યારે કેજરીવાલની ગુજરાતમાં બેઠક પર સૌની નજર છે.
ચૈતર વસાવાને જેલમાં મળવા જશે
નેત્રંગની સભા બાદ અરવિંદ કેજરીવાલ વડોદરામાં જ રોકાશે. બંને નેતાઓ 8 જાન્યુઆરીએ સવારે રાજપીપળા જશે. અહીં તેઓ પક્ષના ધારાસભ્ય દળના નેતા ચૈતર વસાવાને જેલમાં મળશે. ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ગોળીબાર કરવા બદલ જેલમાં છે. ભગવંત માન અને કેજરીવાલ વસાવાને મળ્યા બાદ વડોદરા પરત ફરશે અને પછી દિલ્હી જવા રવાના થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે