ગુજરાતમાં થનારી કોલ્ડપ્લે કોન્સર્ટની A To Z માહિતી : અમદાવાદની સોસાયટીઓ ભાડે આપી રહી છે રૂમ
Coldplay Concert In Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાશે કોલ્ડપ્લે કોન્સર્ટ, જાણી લો કેવી હશે પાર્કિંગ વ્યવસ્થા... કોલ્ડપ્લે કોન્સર્ટનો ક્રેઝ, ટિકિટ-પાર્કિંગ બધું મોંઘું... વાહન પાર્કિંગ માટે 13 પ્લોટ નક્કી
Trending Photos
Ahmedabad News અમદાવાદ : 25-26 જાન્યુઆરીએ અમદાવાદના નરેમ્દ્ર મોદી સ્ટેડિયમાં કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં આ કોન્સર્ટની ટિકિટો વેચાઈ છે. આ કોન્સર્ટની ટિકિટની હાલ ધૂમ ડિમાન્ડ છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો અમદાવાદમાં યોજાનારી કોન્સર્ટ જોવા પહોંચવાના છે. હાલ આ કોન્સર્ટ બહુ જ ચર્ચામાં છે. લોકો તેના વિશે બધુ જ જાણવા માંગે છે. ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા અને ટિકિટ માટે મોટું કન્ફ્યુઝન છે. ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટની A To Z માહિતી તમને કામમાં આવે તેવી છે.
13 પાર્કિંગ પ્લોટ ફાળવાયા
કોલ્ડપ્લે કોન્સર્ટની નવી અપડેટ એવી છે કે, કોન્સર્ટ માટે 13 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. મનપા, રેલવે અને, ખાનગી પ્લોટ ફાળવવામાં આવ્યા છે. 13 પ્લોટમાં 16800 થી વધુ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 2.5 km ની અંદર લોકોને પાર્કિંગ મળે તેવું આયોજન કરાયું છે. આ સાથે જ પાર્કિંગ સ્લોટના લિસ્ટ પણ જાહેર કરાયા છે.
પાર્કિંગ પ્લોટની વિગત
1- 2 વ્હીલર - મોટેરા સ્ટેડિયમના 1 નંબર ગેટની બહાર સામે - 300 મીટર સ્ટેડિયમથી
2- 2 વ્હીલર - સંગાથ પાર્ટી પ્લોટ,1 નંબર ગેટની નજીક - 400મીટર
3- 2 વ્હીલર - ભરવાડ પ્લોટ - 400 મીટર
4- 4 વ્હીલર - અગ્રવાલ પ્લોટ - 800 મીટર
5- 2/4 વ્હીલર રેલવે કોલોની પ્લે ગ્રાઉન્ડ - 2 કિમી
6- 4 વ્હીલર - AMC પ્લોટ, વિહાર હાઇસ્ટ્સ નજીક - 1 કિમી
7 - 4 વ્હીલર - અમૂલ પાર્લર સામે,4D મોલની પાછળ - 1.5 કિમી
8- 4 વ્હીલર - AMC પ્લોટ,ONGC સર્કલ નજીક - 1.5 કિમી
9- 4 વ્હીલર - માતૃશ્રી પાર્ટી પ્લોટ નજીક - 2.5 કિમી
10- 4 વ્હીલર - માતૃશ્રી પાર્ટી પ્લોટ સામે - 2.5 કિમી
11 - 4 વ્હીલર - ખોડિયાર ટી ચાર રસ્તા - 2.5 કિમી
12- 4 વ્હીલર - રિવર સાઇડ પાર્ટ, સ્ટેડિયમની અંદર - 0 કિમી
13- 4 વ્હીલર - VIP પાર્કિંગ, સ્ટેડિયમની અંદર - 0 કિમી
કેટલાક પાર્કિંગ પ્લૉટથી ફેરી સર્વિસ પણ રાખવામાં આવી છે. ફેરી સર્વિસથી પ્રેક્ષકોને વિના મૂલ્યે લઈ જવામાં આવશે. કયા કયા પ્લોટથી ફેરી સર્વિસ રાખવામાં આવી છે તે પણ જાણી લો.
- રેલવે ગ્રાઉન્ડ મોટેરા
- AMC પ્લોટ,ONGC સર્કલ નજીક
- માતૃશ્રી પાર્ટી પ્લોટ નજીકનો
- માતૃશ્રી પાર્ટી પ્લોટ સામે
- ખોડિયાર ટી ચાર રસ્તા
અમદાવાદની હોટલો પણ હાઉસફુલ
કોન્સર્ટ વિશે એક હોટલના સંચાલક મુન્ની દુબેએ જણાવ્યું કે, 25 થી 26 જાન્યુઆરી અમદાવાદમાં કોલ્ડ પ્લેનું આયોજન કરાયું છે. આ કોન્સર્ટે અમદાવાદ લોકોને સુવિધા અને રોજગારી આપી છે. કોલ્ડપ્લેના કારણે શહેરના હોટેલ્સમાં બુકીંગ ફૂલ થઈ ગયું છે. હોટેલ રૂમ અવેલેબલ ન થતા લોકો માટે બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસની સોસાયટીઓ એક થી બે દિવસ માટે રેન્ટ પર રૂમ આપી રહી છે. રૂમની સુવિધા અને લોકોની સંખ્યા મુજબ ભાડાનો દર નક્કી કરાયો છે.
સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
કોન્સર્ટ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. જે વહેલી સવારે 6:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પરથી ઉપડશે અને 25-26 જાન્યુઆરીએ બપોરે બે વાગ્યે અમદાવાદ પહોંચશે. આ જ ટ્રેન બીજા દિવસે અમદાવાદથી મોડી રાતે 1:40 વાગે ઉપડશે અને સવારે 8:40 વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ બંને ટ્રેન બોરિવલી, વાપી, ઉધના, સુરત, ભરુચ અને વડોદરા સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે