ઉંઝામાં ન ભુતો ન ભવિષ્યતી લક્ષચંડી યજ્ઞનું આયોજન: તૈયારી જોઇ આંખો થઇ જશે પહોળી
Trending Photos
મહેસાણા : સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયા માતાનું મંદિર ઉંઝા ખાતે આવેલું છે. આગામી 18-22 ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું છે. આ ભુતો ન ભવિષ્યતિ એવા લક્ષચંડી મહાયજ્ઞમાં 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાન બિરાજશે. લક્ષચંડી મહાયજ્ઞ અગાઉ ઉમિયાબાગ ખાતે 1 ડિસેમ્બરથી સતત 16 દિવસ સુધી 1100 પ્રકાંડ પંડિતો દ્વારા દુર્ગા સપ્તશીના 700 શ્લોકો દ્વારા એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે. ત્યાર બાદ લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત થશે.જેમાં લાખ ચંડીપાઠનો દશાંશ હોમ (શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવતો હોમ) કરવામાં આવશે. આ લક્ષચંડી મહાયજ્ઞને ઉમિયા બાગ ખાતે 24 વિઘા જમીનમાં 51 શક્તિપીઠના પ્રતીક મંદિર સામે 81 ફુટ ઉંચી યજ્ઞ શાળાનું નિર્માણ ચાલી રહ્યું છે. 1 ડિસેમ્બરે યોજનારા જ્વારા યાત્રા માટે જવારા વાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જવારા ઉગાડવા માટે ખાસ પ્રકારનાં બીજની વ્યવસ્થા પણ ઉંઝા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
લક્ષચંડી મહાયજ્ઞમાં 75-80 હજાર કિલો પવિત્ર કાસ્ટ અને 3200-3500 કિલો ગાયના ઘીનો હોમ
ઉઝાના ઉમિયા બાગ ખાતે મા લક્ષચંડી મહાયજ્ઞ માટે હાલ તમામ શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર પવિત્ર યજ્ઞશાળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ યજ્ઞશાળામાં એકસાથે 3500 વ્યક્તિ બેસી શકે તેવો ભવ્ય અને વિશાળ હશે. યજ્ઞમાં 75-80 હજાર કિલો કાસ્ટ, 15 મેટ્રીક ટન અડાયા છાણા, સેંકડો કિલો તલ, ડાંગર અને હજારો કિલો ઔષધીય તત્વો અને દ્રવ્યોની આહુતી અપાશે. આ ઉપરાંત 3200-3500 કિલો ગાયનાઘીની આહુતી આપવામાં આવશે.
સુરત : મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં મોબાઈલ ચોરી કરનારી ગેંગ પકડાઈ
1 ડિસેમ્બરે ભવ્ય જવારા યાત્રા
માં ઉમા લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે 1 ડિસેમ્બરે રવિવારે 1100 બ્રાહ્મણો અને હજારો ભક્તો માં ઉમીયાની દિવ્ય જ્યોત અને 5100 જવારાકુંડ સામે ઉમાયા માતાના મંદિરથી નીકળી ઉમિયા બાગ લક્ષચંડી પાઠશાળાએ શોભાયાત્રા નિકલશે. અહીં એક લાખ દુર્ગાસપ્તશીનો પાઠ થશે. આ પાઠશાળાની આસપાસ પ્રદક્ષીણા પથ પર જવારા ગોઠવવામાં આવશે. આ જવારાની વાવણી માટે 20 નવેમ્બર બપોરે 3-6 વાગ્યે ઉથ્તમ અને શુભ મુહર્ત જોવાયું છે.
રોજના 3 લાખથી વધારે દર્શનાર્થીઓ આવશે.
18-22 ડિસેમ્બર પાંચ દિવસ યોજાનારા લક્ષચંડી યજ્ઞમાં બપોરે 3 લાખથી પણ વધારે દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. 18માં શતાબ્દી રજત જયંતી મહોત્સવમાં 2009માં જવાબદારી નિભાવનારા 100 કારોબારી સભ્યો, 3 હજાર સ્વયં સેવકો અને 250 રાજપુરોહિતો સમગ્ર ભોજનશાળાની જવાબદારી સંભાળશે. 4 વિઘામાં 50 ચુલા લગાવવામાં આવ્યું છે. જમવા માટે કુલ 7 બ્લોક બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં 3500થી 4000 દર્શનાર્થીઓ ભોનજ કરી શકે તેવી વ્યવસ્થા.
ભોજનમાં ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ
ભોજનમાં ઉંઝાનું શુદ્ધ ઘીમાંથી બનેલા લાડુ પીરસવામાં આવશે. સવારે 10-3 વાગ્યા સુધી ભોજનમાં પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે.
લાખો કિલો દ્રવ્યમાંથી બનશે ભોજન
દર્શનાર્થીઓ માટે વિવિધ ભોજન વાનગીઓ બનાવવાની શરૂઆત તબક્કાવાર ચાલુ કરી દેવાશે. રસોઇ માટે 3500 ડબ્બા શુદ્ધ ઘી, 2500 ડબ્બા તેલ, 70 હજાર કીલો ચોખા, 35 હજાર કીલો દાળ, સરેરાશ 60 હજાર કિલો શાક, 35 હજાર કીલો કઠોળનો ઉપયોગ થશે. એક જ તપેલામાં 15 હજાર માણસોની રસોઇ બની શકે એટલા વિશાળ તપેલા અને ચુલાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ ભોજન પકાવવા માટે 12 હજાર મણ લાકડુ વાપરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે