ગુજરાતમાં મતદારો નિરુત્સાહ! મતદાનના લેટેસ્ટ આંકડાથી રાજકીય પક્ષો ચિંતામાં, કોને ફાયદો કોને નુકસાન?

છેલ્લે જે મતદાનના આંકડા જાહેર થયા છે તે જાણીને રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. 12 વાગ્યા સુધીમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ગુજરાતની 26 બેઠકો માટે સરેરાશ મતદાન 24.93 ટકા નોંધાયું છે. દાહોદ,પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારોમાં મતદાન વધુ નોંધાયું છે. 

ગુજરાતમાં મતદારો નિરુત્સાહ! મતદાનના લેટેસ્ટ આંકડાથી રાજકીય પક્ષો ચિંતામાં, કોને ફાયદો કોને નુકસાન?

અમદાવાદ: દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે. આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  જેમાં 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, દાદરા નાગરહવેલી, દમણ અને દીવની લોકસભા બેઠકો પર મતદાન થશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાની આશા રાખીને બેઠો છે. જ્યારે કોંગ્રેસ તેના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર મદાર રાખીને બેઠી છે. અલ્પેશ ઠાકોરે હમણા જ કોંગ્રેસ છોડી જ્યારે વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં કોંગ્રેસની પક્કડ મજબૂત કરવામાં મદદ કરનાર જિજ્ઞેશ મેવાણી આ વખતે ચૂંટણી રેસમાં છે જ નહીં.

જો કે છેલ્લે જે મતદાનના આંકડા જાહેર થયા છે તે જાણીને રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. બપોરે એક વાગ્યા સુધીમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ગુજરાતની 26 બેઠકો માટે સરેરાશ મતદાન 39.34 ટકા નોંધાયું છે. દાહોદ,પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારોમાં મતદાન વધુ નોંધાયું છે. 

મતદાનના લેટેસ્ટ આંકડા, 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન તે જાણો 

બેઠક 12 સુધી મતદાન

1 વાગ્યા સુધીમાં મતદાન

     
કચ્છ 24.36 36.48
બનાસકાંઠા 29.73 41.16
પાટણ 25.06 38.74
મહેસાણા 27.35 40.7
સાબરકાંઠા 27.93 43.08
ગાંધીનગર 24.21 36.97
અમદાવાદ (પૂર્વ) 19.12 26.31
અમદાવાદ (પૂશ્ચિમ) 20.1 34.96
સુરેન્દ્રનગર 23.45 36.86
રાજકોટ 26.55 39.91
પોરબંદર 20.54 28.04
જામનગર 22.14 35.12
જૂનાગઢ 23.17 39.14
અમરેલી 25.35 31.22
ભાવનગર 25.02 36.35
આણંદ 26.93 35.12
ખેડા 25.44 36.9
પંચમહાલ 24.31 38.22
દાહોદ 31.31 46.7
વડોદરા 25.78 41.61
છોટાઉદેપુર 26 38.96
ભરૂચ 25.03 44.86
બારડોલી 28.55 43.48
સુરત 23.38 35.61
નવસારી 24.28 32.53
વલસાડ 25.32 42.97

ગુજરાતની 26 બેઠકો માટે બપોરે એક કલાક સુધીમાં સરેરાશ 39.34 ટકા મતદાન નોંધાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news