અમરેલીની માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ, વન વિભાગે મેગા ઓપરેશનથી આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો

અમરેલીના બાબરકોટ ગામે માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ છે. 6 વ્યક્તિ ઉપર હુમલો કરનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે સિંહણ પાંજરે પૂરાઈ હતી. 
અમરેલીની માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ, વન વિભાગે મેગા ઓપરેશનથી આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો

કેતન બગડા/અમરેલી :અમરેલીના બાબરકોટ ગામે માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ છે. 6 વ્યક્તિ ઉપર હુમલો કરનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે સિંહણ પાંજરે પૂરાઈ હતી. 

અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામે આંટાફેરા કરનારી સિંહણને આખરે પાંજરે પુરવામાં સફળતા મળી છે. છેલ્લા ઘણા દિવસથી સિંહણના આંટાફેરાના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સિંહણને પકડવા માટે ગઈકાલ સવારથી મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન, ધારી ગીર પૂર્વ ડિવિઝન મોટાભાગની રેન્જના અધિકારીઓ જોડાયા હતા. ત્યારે ભારે જહેમત બાદ ગઈકાલ મોડીરાત્રે સિંહણને પાંજરે પૂરી દેવામાં સફળતા મળી હતી. 

માણસો પર હુમલો કરવા પહોંચાડનાર વનવિભાગનો મોટો કાફલો માઇન્સ વિસ્તારમાં પહોંચ્યો હતો. સિંહણ આક્રમણ સ્વરૂપમાં આવી જતા વનવિભાગે કોર્ડન કરી હતી. 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. વનવિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, સિંહણ અસ્થિર મગજની છે. લોકોએ બહાર ન નીકળવું ગમે ત્યારે હુમલો કરી શકે છે. 

તો બીજી તરફ, સાબરકાંઠાના ઈડરના પાતડિયા ગામમાં ઝરખ પાંજરે પૂરાયું હતું. વનવિભાગની ટીમે ઝરખને પકડવા માટે કાર્યવાહી કરી હતી. ઘરેથી ખેતર જઈ રહેલી મહિલા પર ઝરખે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે વડનગર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યાર બાદ મહિલાને વધુ સારવાર માટે અમદાવાદમાં ખસેડાઈ હતી. મહિલા પરના હુમલા બાદ વનવિભાગની ટીમે પાંજરું મૂક્યુ હતું. ઝરખને પકડીને વનવિભાગની ટીમે જંગલમાં છોડી મૂક્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news