ગુજરાત પેટાચૂંટણીમાં 3 વાગ્યા સુધીનું 41.24 ટકા મતદાન, ડાંગમાં 56.78 ટકા સાથે મોખરે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :પેટાચૂંટણીમાં મતદાન શરૂ થઈને 5 કલાક વીતી ગયા છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાં ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં ક્યાંક મતદાન કરવાનો લોકોનો ઉત્સાહ ઓસર્યો હોય તેવુ લાગી રહ્યું છે. 2 વાગ્યા સુધી માં 8 વિધાનસભાની બેઠકો પર સરેરાશ બપોરે 3 વાગ્યાસસુધીમાં 41.24 ટકાથી વધુ મતદાન થયું છે. ચૂંટણી (byelection) મા દર વખતે બપોર બાદ મતદાન ઘટી જતુ હોય છે, અને ચાર વાગ્યા બાદ ફરીથી મતદાન શરૂ થતુ હોય છે, આવામાં ખરો આંકડો તો સાંજે જ જોવા મળશે. જોકે, કોરોનાકાળમાં 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય આપવામાં આવ્યો છે. તો ક્યાંક મતદારોએ મતદાનનો બહિષ્કાર પણ કર્યો હોય તેવું જાણવા મળ્યુ છે.
સાંજે છેલ્લી એક કલાક દરમિયાન કોરોનાના દર્દીઓ કરી શકશે મતદાન
આઠ બેઠકોની પેટાચૂંટણીમાં સાંજે 5 થી 6 દરમિયાન સામાન્ય મતદારો સાથે કોરોનાના દર્દીઓ પણ મતદાન કરી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે મતદાન મથક ઉપર છ વાગ્યા સુધી આવનાર દરેકને મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જો કોઇ વ્યક્તિ છ વાગ્યા પહેલા મતદાન મથકમાં પ્રવેશી ચુક્યો હશે અને લાઇન લાંબી હશે તો તે તમામ લોકોનું મતદાન પુર્ણ થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે.
મોરબીમાં મતદાનનો વીડિયો બનાવનાર સામે ફરિયાદ દાખલ
મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં ભાજપની પત્રિકા બુથમાં મળવાનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા બુથમાં બેઠેલા કર્મચારીને ધરપકડની માંગ કરવામાં આવી હતી. બુથમાં પત્રિકા લઇ જનાર અને વિડિયો બનાવનાર સામે ફરીયાદ નોંધવામાં આવશે તેવી બાંહેધરી અધિક કલેકટર દ્વારા આપવામાં આવી. બે અજાણ્યા શખ્સની સામે નોંધાવવામાં આવશે આચાર સંહિતા ભંગની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
પૈસા આપીને મતદાન કરાવવા મુદ્દે ફરિયાદ દાખલ
ગોશિન્દ્રા અને ઈટોલા ગામમા નોટ ફોર વોટના વિડિયોનો મામલો સામે આવ્યો હતો. સવારે થયો હતો વિડિયો વાયરલ થયા બાદ ચકચાર મચી હતી. રૂપીયા આપી એક નંબરનું બટન (ભાજપ) મત આપવાનું વીડિયોમાં રહેલો ઇસમ કહેતો જોવા મળ્યો હતો. વરણામા પોલીસે ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. એનસી ફરીયાદ દાખલ કરવામા આવી છે. ઈટોલા ગામના વિડિયો મામલે યુવરાજસિહ ગોહિલે ફરિયાદ નોધાવી હતી. ગોસિન્દ્રા ગામના વિડિયો મામલે ફ્લાઈગ સ્કોડના અધિકારી ડી સી પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મતદાન અને રાજકીય પ્રહારો કર્યા
મોરબીના માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મતદાન કર્યું. નિકકંઠ સ્કુલ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું. બ્રિજેશ મેરજા સામે કાંતિ અમૃતિયાની નારાજગી સામે આવી. કાંતિ અમૃતિયાએ ઉમેદવાર બ્રિજેશ મેરજા પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. . પૂર્વ ધારાસભ્યએ બ્રિજેશ મેરજાને સત્તા લાલચુ ગણાવ્યા હતા.
પાલીતાણાના ધારાસભ્યએ નિયમો તોડ્યા
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બૈરાયાએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો. ચૂંટણી પંચની મનાઇ હોવા છતા પણ ભીખાભાઇ બારૈયા ઢસા મતદાન મથકનજીક ભાજપના સ્થાનિગ આગેવાનો સાથે મિટિંગ કરી હતી. પોતાની ગાડી આગળ કમળના નિશાન અને ધારાસભ્યનું બોર્ડ લગાવીને મતદાન મથકના 100 મીટરના હદ વિસ્તારમાં ગાડી લઇને આવ્યા અને અહીં બેઠક પણ આયોજીત કરી હતી. હાલ ધારાસભ્યનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
મોરબીમાં વીવીપેટ મશીનમાં ધાંધીયા
મોરબીની માળીયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઇવીએમના ધાંધીયા થયું હોવાનું સામે આવ્યું છે. ઇવીએમ અને વીવીપેટ મશીન બંધ થતા હોવાની ફરિયાદો આવી છે. અત્યાર સુધીમાં કુલ 50 સ્થલો પર મશીન બંધ થયા છે. મશીનમાં બંધ પડેલા મતોમાં ગોલમાલ થઇ હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
3 વાગ્યા સુધી 41.24 ટકા મતદાન
વિધાનસભાની 8 બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 41.24 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં અને સૌથી ઓછું ધારીમાં નોંધાયુ છે. મતદાનના આંકડા પર એક નજર કરીએ તો ધારીમાં 23.78 ટકા, ગઢડામાં 37.38 ટકા, ડાંગમાં 56.78 ટકા, અબડાસામાં 38.41 ટકા, મોરબીમા 40.38 ટકા, લીંબડીમાં 43.50 ટકા, કરજણમાં 40.64 ટકા અને કપરાડામાં 51.07 ટકા મતદાન નોંધાયું છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં મતદાન
બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 36.56 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ કરજણમાં નોંધાયુ છે, તો સૌથી ઓછું ધારીમાં નોંધાયું છે. ધારી બેઠક પર સવારથી જ મતદાન સતત ઓછુ નોંધાઈ રહ્યું છે. આંકડા પર નજર કરીએ તો, બપોરે 2 વાગ્યા સુધીમાં ડાંગમાં 56.78 ટકા, અબડાસામાં 38.41 ટકા, મોરબીમાં 31.91 ટકા, ગઢડામા 28.64 ટકા, લીંબડીમાં 34.09 ટકા, ધારીમાં 23.78 ટકા, કરજણમાં 40.64 ટકા અને કપરાડામાં 37.15 ટકા મતદાન નોંધાયું છે. મતદાનને હવે ચાર કલાક બાકી છે. 6 વાગ્યાના ટકોરે મતદાન બૂથ બંધ થઈ જશે. તો બીજી તરફ, બપોર બાદ મતદાન સાવ ધીમું પડી ગયું છે. બંને પક્ષોને તેની ચિંતા વ્યાપી ગઈ છે.
મોરબીમાં મતદાન ધીમું પડતા બંને પક્ષોમાં ચિંતા વધી
લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારના મતદારોમાં નિરાશા જોવા મળી. ભાજપનો ગઢ ગણાતા લીંબડી શહેરી વિસ્તારના અનેક મતદાન મથકોમાં બપોર થઈ હોવા છતાં મતદાન મથકો સૂમસામ નજરે પડ્યા હતા. બપોરના 2.00 વાગ્યા સુધી અંદાજે માત્ર ૩૩% જેટલુ મતદાન નોંધાતા બંન્ને પક્ષોમાં ચિંતા વધી ગઈ હતી. લીંબડી શહેરી વિસ્તારમાં મતદારોમાં નિરાશા જોવા મળતા ભાજપને વધુ નુકશાન જવાની શક્યતાઓ છે.
અબડાસાના વેડહારમાં બૂથ એજન્ટ પર હુમલો
અબડાસા પેટાચૂંટણીમાં વેડહારમાં કોંગ્રેસના બુથ એજન્ટ પર હુમલો કરાયો હતો. બે થી ત્રણ લોકો દ્વારા કોંગ્રેસના બૂથ એજન્ટ પર હુમલો કરાયો હતો. ચૂંટણી પંચમાં તેમજ પશ્ચિમ કચ્છ એસપીને આ વિશે તાત્કાલિક જાણ કરાઈ હતી. તેમજ ચૂંટણી અધિકારીને પણ તાત્કાલિક જાણ કરાઈ હતી.
12 વાગ્યા સુધીનુ મતદાન
- ડાંગ 39.60
- લીંબડી 25.77 ટકા
- કપરાડા 17.16
- મોરબી 24.15
- ધારી 16.04
- કરજણ 22.95
- અબડાસા 22
- ગઢડા 21.74
મતદાનની પળેપળની અપડેટ અહી જુઓ Live :
અબડાસાના નખત્રાણાના મોટી વેડહારમાં મારામારીની ઘટના બની હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ પર મતદારોને ધમકાવવાનો કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો. બળજબરીથી ભાજપમાં વોટિંગ કરાવતા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા મૂકાયો છે. ત્યારે મારામારીની ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
85 વર્ષના વૃદ્ધા લાકડીના ટેકે મતદાન કરવા આવ્યા
મોરબી માળીયા વિધાનસભા મત વિસ્તારમાં મતદારોમાં ભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી જ મોરબીમાં વધુ મતદાન નોંધાયુ છે. યુવાનોથી લઇ વૃદ્ધો સૌકોઈ મતદાન કરી રહ્યા છે. 85 વર્ષના વાલીબેન ભીમાણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. શહેરની પટેલ કન્યા છાત્રાલય ખાતે વૃદ્ધાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. લાકડીના ટેકે આ વૃદ્ધા મતદાન કરવા આવયા હતા. ત્યારે લોકશાહીમાં પોતાના મતદાનનો હકનો ઉપયોગ ન કરતા મતદાર માટે તેઓ મોટું ઉદાહરણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે