ભાજપે પસંદ કરેલા પેનલના નામ પીએમ મોદી અને અમિત શાહ સુધી પહોંચાડવામાં આવ્યા
Trending Photos
- ભાજપે પસંદ કરેલા પેનલના નામ પીએમ મોદી અને અમિત શાહ સુધી પહોંચાડવામાં આવ્યા
- સૌથી પહેલા જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગર પાલિકા જાહેર થશે
- અમદાવાદ મહનગરપાલિકાના નામો સાંજે જાહેર થશે
ઝી મીડિયા/બ્યૂરો :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local election) માટે ભાજપના ઉમેદવારોની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે જલ્દી જ ઉમેદવારોના નામની જાહેરાત થશે તેવુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (cr patil) કહ્યું છે. તેમણે મીડિયા સામે કહ્યું કે, સંગઠન સાથે બેસીને પેનલો તૈયાર કરી છે. 576 બેઠકો પર સરેરાશ 60 થી 70 દાવેદારો હતા. જેમાં મહિલા અને પુરુષોને એકસરખું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેવુ પ્રદેશ અધ્યક્ષ જણાવ્યું. બપોરે 3 વાગ્યા બાદ ભાજપના નામો જાહેર થશે તેવી જાહેરાત કરાઈ છે. સૌથી પહેલા જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગર પાલિકા જાહેર થશે. અમદાવાદ મહનગરપાલિકાના નામો સાંજે જાહેર થશે. વડોદરા અને સુરત બાદ અમદાવાદના ઉમેદવારોના નામ જાહેર થશે.
ભાજપે પસંદ કરેલા પેનલના નામો પીએમ મોદી અને અમિત શાહ સુધી પહોંચ્યા છે. સાંજે ઉમેદવારો જાહેર થશે. તેમણે જણાવ્યું કે, 576 બેઠક પર દાવેદારોએ ટિકીટ માંગી હતી. એક સીટ પર એવરેજ 60 થી 70 દાવેદારો હતો. ભાજપે સંપૂર્ણ લોકશાહી પદ્ધતિ અને પારદર્શક રીતે ઉમેદવારો અંગે ચર્ચા થઈ છે. નિરીક્ષકોએ સ્થાનિક સ્તરે સેન્સ લીધું હતું. સંગઠન સાથે બેસીને પેનલો તૈયાર કરી છે. પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ 2 વાર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપમાં ઉમેદવારોના પસંદગીની જે પ્રક્રિયા છે તેવી પ્રક્રિયા બીજે ક્યાંય નથી. 576 બેઠકો પર સરેરાશ 60 થી 70 દાવેદારો હતા. પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં 50 ટકા મહિલાઓ છે અને 50 ટકા પુરુષ ઉમેદવારોની પસંદગી કરાઈ છે. સાંજ સુધી તમામ નામોની જાહેરાત થઈ જશે. સાંજ સુધીમાં તમામ ઉમેદવારોનું લિસ્ટ મોકલી દેવાશે. આવતીકાલે ઉમેદવારો ફોર્મ ભરવા જશે. ભાજપના સૌ કાર્યકરોનો આભાર માનું છું કે તેમણે આ નિર્ણયો આવકાર્યો. શિસ્તબદ્ધ રીતે કાર્યકરો, આગેવાનોએ નિર્ણયને આવકાર્યો છે.
સિનિયર નેતાઓની વયમર્યાદાને લઈને ભાજપ પ્રમુખે કહ્યું કે, ગુજરાત ભાજપમાં 1.14 કરોડ સભ્યો છે. જો સમય મર્યાદા નક્કી ન કરીએ તો યુવા કાર્યકરોને તક ન મળે. કોઈ એન્ટી ઈન્કમબન્સીની વાત નથી. તેથી જ યુવાઓને તક આવવાનું નક્કી કર્યું છે. સમયમર્યાદા નક્કી નહિ કરીએ તો યુવાઓને તક નહિ મળે.
તો સાથે જ તેમણે કહ્યું કે, ભાજપનો કોઈ કાર્યકર બીજા પક્ષના નેતાઓનો સંપર્ક નહિ કરે. વિધાનસભા અને લોકસભા અંગેના નિયમો કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે. સિનિયર નેતાઓનો કોઈને કોઈ જગ્યાએ સ્થાન અપાશે. સિનિયર નેતાઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં પણ જોડાશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે