મજબૂરી : લોકડાઉનમાં 1066 કિમી ચાલીને સુરતની ગરીબ ગર્ભવતી મહિલા લખનઉ પહોંચી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના (Coronavirus) વાયરસને પગલે થયેલા લોકડાઉનમાં ગરીબ મજૂરોની કમર તૂટી ગઈ છે. ગુજરાતના સુરત વિસ્તારમાં મજૂરી કરીને પેટિયુ રળનાર સાત મહિનાથી ગર્ભવતી મહિલા સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને પોતાના વતન જવા મજબૂર બની હતી. પોતાના બે વર્ષના બાળક સાથે મહિલા સુરતથી પગપાળા લખનઉના બાંદામાં પહોંચી હતી. બાંદાથી સુરત શહેર અંદાજે 1066 કિલોમીટર દૂર આવેલું છે. આ મહિલા પોતાના પતિની સાથે ગુજરાતમાં રૂપિયા કમાવવા આવી હતી. સુરતની એક ખાનગી ફેક્ટરીમાં તે મજૂરી કામ કરી રહી હતી. લોકડાઉન (lockdown) માટે જ્યારે તે પગપાળા નીકળી ત્યારે તેની સાથે બે વર્ષનું બાળક પણ સાથે હતું.
વડોદરામાં કોરોનાના મૃતક દર્દીની એવી અંતિમક્રિયા કરી કે અન્ય લોકોને પણ ચેપ લાગે
આ મહિલાનુ વતન બાંદા જિલ્લાના કમાસીન વિસ્તારના ભદાવલ ગામમાં છે. મહિલાએ જણાવ્યું કે, કોરોના વાયરસે કારણે 24 માર્ચના રોજ સાંજે લોકડાઉનની જાહેરાત કરાયા બાદ ફેક્ટરી માલિકે તમામ મજૂરોને ફેક્ટરીમાંથી પગાર આપ્યા વગર જ કાઢી મૂક્યા હતા. કોઈ વિકલ્પ ન હોવાથી અમે રેલવેના પાટાના સહારે ચાલતા નીકળ્યા હતા. મારી પાસેના બે વર્ષના બાળકને ઉંચકીને હું ચાલતી નીકળી પડી હતી. રસ્તામાં ભગવાન ઉપરાંત કોઈએ મદદ ન કરી.
સુરતમાં ડી-માર્ટના કર્મચારીને કોરોના નીકળતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો
મહિલાએ જણાવ્યું કે, રસ્તામાં વચ્ચે ગામ તો અનેક મળ્યા, પરંતુ પીવાના પાણી અને ખાવા માટે થોડાક જ ગામના લોકો મદદ કરતા હતા. કેટલા દિવસમાં મહિલા સુરતથી બાંદા પહોંચી તે વિશે પૂછતા તેણે કહ્યું કે, ગુરુવારે વહેલી સવારે અમે સુરતથી નીકળ્યા હતા અને મંગળવારે સવારે બાંદા પહોંચી ગયા હતા. આમ, 6 દિવસ ચાલીને અમે બાંદા પહોંચ્યા હતા. આટલા દિવસની મુસાફરીમાં અમે અનેકવાર એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ કોઈ મદદ ન મળી.
રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની ઘરવાપસી, તબીબોની સારવાર થઈ સફળ
બાંદા જિલ્લાની હોસ્પિટલના મુખ્ય અધિકારી ડો.સંપૂર્ણાંનંદ મિશ્રાએ જણાવ્યું કે, આ કપલ મંગળવારે બાંદા આવી ગયું હતું. ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક તપાસ બાદ તેઓને એમ્બ્યુલન્સથી તેમના ગામ ભદાવલમાં મોકલી દેવાયા હતા. જ્યાં તેઓ પોતાના ઘરમાં 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે