મહેફિલ એ અસિત વોરા: હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું એ રાત્રે સંગીતની મહેફિલમાં મસ્ત હતા વોરા, Video વાયરલ
વોરા ગીતો ગાઈને મનોરંજન માણી રહ્યા હતા. સંગીતની મહેફિલમાં અસિત વોરાના ગીતના શબ્દોના હતા કે 'આંસુ ભરી હૈ યે જીવન કે રાહેં, કોઇ ઉનસે કહે દે હમે ભૂલ જાયેં આંસુ, વાદે ભૂલા દે કસમ તોડ દે વો, હાલત પે અપની હમે છોડ દે'. આમ પેપર લીક થયું ત્યારે રાત્રે વોરા ગીતો ગાતા હતા.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યુરો: હેડ ક્લાર્ક પેપર લીકમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે પેપર લીક કૌભાંડમાં મોટા માથાની સંડોવણીની આશંકા સેવવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓની સાંઠગાંઠ પણ બહાર આવી શકે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મોટો ખુલાસો થયો છે. પેપર લીક થયું ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા હારમોનિયમ વગાડતા હતા. એક બાજુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા, તે જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સંગીતની મહેફિલમાં મસ્ત હતા. 10 ડિસેમ્બરની રાત્રે પેપર ફૂટ્યું ત્યારે વોરા મહેફિલમાં હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પેપર ફૂટ્યું એ રાત્રે વોરા ગીતો ગાતા હતા. ઉમેદવારો ઉચાટમાં હતા અને વોરા ગીતો ગાઈને મનોરંજન માણી રહ્યા હતા. સંગીતની મહેફિલમાં અસિત વોરાના ગીતના શબ્દોના હતા કે 'આંસુ ભરી હૈ યે જીવન કે રાહેં, કોઇ ઉનસે કહે દે હમે ભૂલ જાયેં આંસુ, વાદે ભૂલા દે કસમ તોડ દે વો, હાલત પે અપની હમે છોડ દે'. આમ પેપર લીક થયું ત્યારે રાત્રે વોરા ગીતો ગાતા હતા.
હેડ ક્લર્કનું પેપર ફૂટ્યું એ રાત્રે ગૌણ સેવાના અધ્યક્ષ અસિત વોરા મંજીરા વગાડતાં હતા.! જુઓ વીડિયો #headclerk #paperleak #asitvora #ZEE24Kalak pic.twitter.com/K8WP14fk04
— Zee 24 Kalak (@Zee24Kalak) December 16, 2021
આ વિશે જાણવા મળ્યું છે કે, આ વીડિયો ખુદ અસિત વોરાએ પોતાના સત્તાવાર યુ ટ્યુબ પેજ પર અપલોડ કર્યો છે. પેપર લીક થયું ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન વોરા હારમોનિયમ વગાડતા હતા. જી હા.. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સંગીતની મહેફિલમાં મસ્ત હતા. 10 ડિસેમ્બરની રાત્રે પેપર ફૂટ્યું ત્યારે મહેફિલમાં અસિત વોરા હતા. ઉમેદવારો ઉચાટમાં હતા અને વોરા ગીતો ગાતા હતા. વોરાના શબ્દોના હતા 'આંસુ ભરી હૈ યે જીવન કે રાહેં, કોઇ ઉનસે કહે દે હમે ભૂલ જાયેં આંસુ, વાદે ભૂલાદે કસમ તોડ દે વો, હાલત પે અપની હમે છોડ દે.
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાબરકાંઠામાં ફૂટયું નથી! ત્યાંના લોકોએ ફોડ્યું!
હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર સાબરકાંઠામાં ફ્ટ્યું નથી તેવા અહેવાલ સામે આવ્યા હતા. પરંત પુરાવા બાદ હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર ફોડનારા સાબરકાંઠાના હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાનું પેપર ફૂટવાનું એપી સેન્ટર સાબરકાંઠા છે. ત્યારે આ વિશે નજીકના સમયમાં ફરિયાદ નોંધાઈ શકે છે. સાબરકાંઠા LCBએ પુરાવાઓ એકત્રિત કર્યા છે. આરોપીઓનાં નામ જોગ ફરિયાદ નોંધાશે.
કથિત પેપર લીક મુદ્દે મોટી ખબર, યુવરાજસિંહે જાહેર કરેલા 4 વાહનોના નંબરો મામલે શું થયો મોટો ખુલાસો?
બીજી બાજુ પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે. ફરિયાદ નામ જોગ લખાશે તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે સિવાય ગૌણ સેવા આયોગ ફરિયાદી બનશે કે નહી તે સ્પષ્ટ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે