મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં વાયરલ થયા મેસેજ, લખ્યું- ઈન્વેસ્ટર્સના પૈસા ક્યાંય નહીં ડૂબે
બીઝેડ ગ્રુપ દ્વારા આશરે 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ વચ્ચે તેના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે.
Trending Photos
અમદાવાદઃ બીઝેડ ગ્રુપે કરેલા કૌભાંડના એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે બીઝેડ ગ્રુપે ખેડા જિલ્લામાં પણ મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બીઝેડ ગ્રુપના એજન્ટ કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણની જુગલ જોડીએ ઉત્કનઠેશ્વર મહાદેવ મંદિરના કરોડા રૂપિયા ડૂબાડી દીધા. પોપટસિંહ ચૌહાણ શિક્ષક તરીકે ખેડબ્રહ્માની પરવ્યા શાળામાં ફરજ પર છે જો કે વાઘજીપુર ગામ ખાતેના મકાનમાં હાલ તાળા લાગેલા જોવા મળ્યા. તો કિરીટ સેવકની ભૂદેવ નામની દુકાનને પણ તાળા જોવા મળ્યા. આ એજન્ટોએ ગામના એક ચંદ્રકાંત સેવક નામના યુવકના પૈસા પર ચાઉ કરી નાંખ્યા. 25 લાખ રૂપિયા ફસાઈ જતાં માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે. આ વિસ્તારમાં અનેક લોકોએ આ સ્કીમમાં નાણા રોક્યા હતા.
કૌભાંડાના સમર્થનમાં મેસેજ વાયરલ
એક તરફ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા ભૂપેન્દ્ર ઝાલાને શોધવા માટે પોલીસ તંત્ર વિવિધ કાર્યવાહી કરી રહ્યું છે. બીજીતરફ સાબરકાંઠાના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા છે જેમાં લખવામાં આવ્યું છે કે ઈન્વેસ્ટર્સના પૈસા ક્યાંય નહીં ડૂબે...સરકાર અને મીડિયાનો હાથો ન બનવાનો વાયરલ મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદી હતી જમીન
રોકાણકારોના પૈસા હડપીને કૌભાંડી ભૂપેન્દ્રસિંહે અરવલ્લીના સજાપુર ગામના સીમાડામાં બે હેકટરની જમીન પણ ખરીદી હોવાનું સામે આવ્યું છે...વર્ષ ૨૦૨૩ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે દસ્તાવેજ થયો હતો...એક તરફ ભૂપેન્દ્રસિંહ ભૂગર્ભમા છે તેની મિલકત અંગે ખુલાસા થઈ રહ્યા છે...અરવલ્લીના બાયડ ખાતે બિઝેડ ગ્રુપના શોરૂમ પર ખંભાતી તાળા જોવા મળ્યા...બાયડમાં આવેલો bz ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ આરતી જયસ્વાલ નામની મહિલા ચલાવતી હોવાનું સામે આવ્યું છે...આરતી જયશવાલ બાયડ તાલુકાની મુખ્ય એજન્ટ હોવાનો પણ ખુલાસો થયો છે..બાયડમાં આવેલા બી ઝેડ ગ્રુપના ઇલેક્ટ્રોનિક શો રૂમ ઉદ્ઘાટનના દ્વશ્યો પણ સામે આવ્યા છે.
વિપક્ષે કર્યો પ્રહાર
BZ ગ્રુપે આચરેલા કૌભાંડ મુદ્દે વિપક્ષે સત્તાપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા અને કહ્યુ--ભાજપ અને તેની ભગિની સંસ્થાના લોકો કૌભાંડમાં ભાગીદાર છે...ગાંધીનગરની BZ ગ્રુપ ઓફિસનો એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ ABVP પ્રદેશનો સહમંત્રી સહિત અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છે...ત્યારે હવે કોંગ્રેસે અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે...જો કે કોંગ્રેસે લગાવેલા આરોપનો ABVPએ જવાબ આપતા કહ્યું--'ખોટા આક્ષેપ એ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે'.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે