Corona માં આર્થિક તંગીનો સામનો કરતા પરિવારની મદદે આવ્યા MLA, કહ્યું- જરૂરિયાતમંદને સહાય

કોરોનાના કપરા કાળમાં અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્યની (MLA) માનવીય પહેલ. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા જરૂરિયાતમંદ પરિવારને મોટી સહાય કરાશે

Corona માં આર્થિક તંગીનો સામનો કરતા પરિવારની મદદે આવ્યા MLA, કહ્યું- જરૂરિયાતમંદને સહાય

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: રાજ્યમાં કોરોના કહેરે (Gujarat Corona Case) લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે તેમજ લોકોને ભારે મુશ્કેલીઓમાં મુકી દીધા છે. ત્યારે કોરોનાના કપરા કાળમાં અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્યની (MLA) માનવીય પહેલ. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા જરૂરિયાતમંદ પરિવારને મોટી સહાય કરાશે.

કોરોના કાળમાં (Corona Epidemic) ઘરના મોભીનું અવસાન થયા બાદ બાળકોના ઉચ્ચ શિક્ષણ (Higher Education) માટે આખર સુધીની સહાય કરાશે. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel) દ્વારા કોઈપણ પ્રકારની આર્થિક આવક ન હોય અને બાળકોનું ઉચ્ચ શિક્ષણ બાકી હોય એવા 5 કિસ્સામાં શિક્ષણ પૂર્ણ થયા ત્યાં સુધીની તમામ આર્થિક સહાય (Financial Assistance) કરવામાં આવશે.

ધારાસભ્ય (MLA) દ્વારા આર્થિક તંગી ધરાવતા 50 પરિવારોને (Families) એક વર્ષનું કરિયાણું આપવામાં આવશે. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે (MLA Bhupendra Patel) જણાવ્યું કે, કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ હોય એવા વ્યક્તિ-પરિવાર ઘાટલોડિયા વિધાનસભા (Ghatlodiya Vidhan Sabha) કાર્યાલયનો સંપર્ક કરી શકશે. જો પરિવારની ઇચ્છા નહિ હોય તો લાભાર્થી તરીકેની તેઓની ઓળખ છૂપી રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news