ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
આજના સમયમાં દરેક બાળકના હાથમાં મોબાઈલ જોવા મળતો હોય છે. માતા-પિતા પણ બાળકના હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે. પરંતુ આ વસ્તુ ક્યારેક ભારે પડે છે. સુરતમાં એક માતાએ ધોરણ આઠમાં ભણતા બાળકને મોબાઈલ બાબતે ઠપકો આપ્યો તો બાળકે આપઘાત કરી લીધો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે, સુરત: બાળકોમાં મોબાઇલનું ઘેલું એટલી હદે લાગ્યું છે કે મોબાઈલ બાબતે જો માતા-પિતા દ્વારા ઠપકો આપવામાં આવે તો અણધાર્યું પગલું પણ ભરી લે છે. આવી જ એ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે. જ્યાં મોબાઇલની લત ધરાવતી ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને માતાએ મોબાઇલ બાબતે ઠપકો આપી હાથમાંથી મોબાઇલ છીનવી લેતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. વિદ્યાર્થીનીના આ અંધારિયા પગલાને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટના અંગેની વધુ તપાસ પાંડેસરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આજના આધુનિક યુગમાં મોબાઈલ એક એવી વસ્તુ છે. લોકોના મગજમાં ઘર કરી ગયું છે. પછી તે નાની ઉંમરના બાળકો હોય કે મોટી વયના લોકો દરેક વ્યક્તિના જીવનમાં મોબાઈલ અતિ મહત્વનો અંગ બની ગયું છે. મોબાઈલ ના કેટલાક લાભ પણ છે તો કેટલાક ગેરલાભ પણ છે. પરંતુ વધુ પડતા મોબાઈલ ઉપયોગ કરવાથી તેની આડઅસર પણ માણસના મગજ પર પડતી હોય છે.જેથી માતા-પિતા પણ પોતાના બાળકોને મોબાઈલથી દૂર રહેવા માટે વારંવાર ટકોર કરતા હોય છે. માતા પિતાની આ ટકોર કહો કે પછી ઠપકો ક્યારેક બાળકો તેને ઊંધું સમજી લેતા હોય છે. જેથી માઠું લાગી આવતા ક્યારેક ન કરવાનું બાળકો કરી જતા હોય છે.જેથી માતા પિતા પણ આવા બાળકોને મોબાઈલ થી દૂર રાખવાનો પ્રયાસ કરતા હોય છે. બાળક ને શિખામણ માટે આપવામાં આવેલ ઠપકો ક્યારેય ઊંધું સમજી બાળકો ન કરવાનું કરી જાય છે.જે ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે.જ્યાં એક પરિવારની માસુમ દીકરી એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
સુરત શહેરના પાંડેસરા ચીકુવાડી વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં રહેતા કશ્યપ નિષાદ ની તેર વર્ષીય દીકરી વર્ષ નિષાદ ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી. શનિવારના રોજ વર્ષા પોતાના ઘરે હાજર હતી. ઘરમાં સતત મોબાઇલમાં રહેતી વર્ષાને માતા એ ઠપકો આપ્યો હતો.એટલું જ નહિ તેણી પાસેથી રહેલ મોબાઈલ છીનવી બજારે શાકભાજી લેવા માટે ચાલી ગઈ હતી.ઘરમાં દીકરીની લટકતી હાલતમાં લાશ જોઈ શાકભાજી લઈ ઘરે પરત ફરેલી માતાની આંખો ચોળી થઈ ગઈ હતી.જ્યાં માતાના પગ તળેથી જમીન સરકી પડી હતી.
ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી દીકરી ની લાશને જોઈ પરિવાર તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલ લઈ ગયો હતો.જ્યાં ફરજ પરના હાજર તબીબોએ દીકરીને મૃત જાહેર કરી હતી.જ્યાં દીકરીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.દીકરીના મોતને લઈ માતા ની આંખો ભરાઈ આવી હતી.જ્યાં સ્થાનિક વિસ્તારમાં પણ દીકરીએ ભરેલા પગલાંને લઈ ભારે ચકચાર મચી ગઈ હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં માત્ર મોબાઈલ બાબતે ઠપકો આપતા ધોરણ આઠની વિધાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.જે કિસ્સો અન્ય માતા પિતા માટે પણ લાલબત્તી સમાન બનીને સામે આવ્યો છે.આજે મોટા ભાગના પરિવારોમાં પાંચ વર્ષથી લઈ યુવા વર્ગના બાળકો સતત મોબાઈલ માં રચ્યા પચ્યા રહે છે.મોબાઈલ નું ઘેલું બાળકોમાં ઘર કરી ગયું છે.જે આવનારી પેઢી માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.જોકે ઘટના ને લઈ સ્થાનિકો ચિંતામાં મુકાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે