નરેશ પટેલ ક્યારે રાજકારણમાં આવશે? આખરે દીકરા શિવરાજે ખોલી નાંખ્યુ રહસ્ય
Naresh Patel in politics : શિવરાજ પટેલે એક નિવેદનમાં કહ્યુ કે, મારા પિતાને રાજકારણમાં જોડાવવું જ જોઈએ. કયા પક્ષા સાથે જોડાવુ તે તેમનો અંગત નિર્ણય છે. પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :પાટીદાર અગ્રણી નરેશ પટેલનું રાજકારણમાં આવવુ એક કોયડો બન્યુ છે. નરેશ પટેલને દરેક પાર્ટી પોતાના પક્ષમાં લેવા આતુર છે, પરંતુ હજુ સુધી તેઓ ક્યાં જોડાશે તે હજી સુધી સામે આવ્યુ નથી. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાના નિર્ણયને લઈ તેમના પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે.
શિવરાજ પટેલે એક નિવેદનમાં કહ્યુ કે, મારા પિતાને રાજકારણમાં જોડાવવું જ જોઈએ. કયા પક્ષા સાથે જોડાવુ તે તેમનો અંગત નિર્ણય છે. પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે. મારા પિતા 30 માર્ચ બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય પિતાનો પહેલો મુદ્દો હશે. તેમના નિર્ણયથી હું તેમની સાથે જ રહીશ.
આ પણ વાંચો : માથાભારે સજ્જુને પકડવામાં સુરત પોલીસને આંટા આવી ગયા, ત્રણ કલાક સુધી 10 વાર 5 માળની બિલ્ડિંગ ફેંદી
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલના પુત્ર અને પત્ની શાલિનીબેન બંને તેમના રાજકારણમાં જોડાવાને લઈને સમર્થન આપી રહ્યાં છે. બંનેએ કહ્યુ કે, તેઓ તેમના નિર્ણય સાથે છે, ત્યારે જોવુ એ રહ્યુ કે નરેશ પટેલ આખરે કોના ખોળામાં બેસશે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ નરેશ પટેલના પોતાના પક્ષમાં જોડાવાને લઈને આતુર છે. ત્યારે પુત્ર શિવરાજ પટેલના નિવેદન પરથી નરેશ પટેલના આપમાં જોડાવાના સંકેત મળી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ હાલ ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યનો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે હજી પણ નરેશ પટેલે ચૂપકીદી સેવી છે.
નરેશ પટેલ માટે રાજકીય પક્ષોમાં ખેંચતાણ
નરેશ પટેલને રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ બની છે. ગુજરાતના રાજકારણમાં દરેક પક્ષ નરેશ પટેલને પોતાનામાં લાવવા માટે રીતસરની હોડ લગાવી રહ્યાં છે. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજના મત મેળવવા માટે નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટી નરેશ પટેલને પોતાનામાં લાવવા માંગે છે. વાત એ છે કે, નરેશ પટેલ જે પણ પક્ષમાં જશે તેના માટે ડાર્ક હોર્સ સાબિત થશે. ખોડલધામના પ્રણેતા હોવાની સાથે તેઓ પાટીદાર સમાજ પર મોટુ પ્રભુત્વ ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે