રાજકોટમાં નહીં સર્જાય જળ સંકટ: આજી અને ન્યારી બન્ને ડેમમાં ઠાલવાશે નર્મદા નીર
ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને લઇ હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાતા ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે. જેથી સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: જળ સંકળની સ્થિતિ વચ્ચે રાજકોટ માટે રહાતના સમાચાર છે. ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને લઇ હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાતા ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે. જેથી સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.
ગુજરાતમાં ચાલી રહેલી જળ સંકટની સ્થિતિમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે રાજકોટ માટે સારા સમાચાર આવતા હવે જળ સંકટની સ્થિતિ સર્જાય નહીં. ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ નર્મદા ડેમની સપાટી 119.57 મીટર પહોંચી ગઇ છે. જેને લઇ સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.
આજી ડેમમાં અંદાજીત 400 mcft, જ્યારે ન્યારી ડેમમાં અંદાજીત 100 mcft નીર ઠાલવવામાં આવશે. સરકાર દ્વારા ચોમાસા સુધી ચાલે તેટલું પાણી આ બંને ડેમોમાં ઠાલવવામાં આવશે. તો આ સાથે જ ભાદર ડેમમાંથી પાણી લેવાનું રાજકોટ મનપાએ બંધ કરી દીધુ છે. ભાદર ડેમની સપાટી ઓછી થતા ગોંડલ-જેતપુરના લોકોને પાણી સમસ્યા ન સર્જાઇ માટે રાજકોટ મનપાએ ભાદર ડેમમાંથી પાણી લેવાનું બંધ કરી દીધુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદામાં પાણીની આવક થતા જ ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલમાં 4386 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે, હજુ સુધી ખેડૂતો માટે પાણી આપવાનું શરૂ કરાયું નથી. નર્મદા ડેમમાં આજે પણ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હયા છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા ગુજરાત સરકારને પાણીની સમસ્યા રહેશે નહીં.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે