ગુજરાતના વાહન ચાલકો માટે નવી પોલિસી જાહેર: જૂના વાહનનો નંબર નવા વાહનમાં રિટેન કરી શકાશે
રાજ્યભરના વાહન ચાલકો જૂના વાહનોનો નંબર નવા વાહનોમાં રાખી શકાશે. વાહન ચાલક રજિસ્ટ્રેશન નંબર પોતાની પાસે રાખી શકશે. વાહન ચાલકે પોતાના મનપસંદ નંબર મેળવવા માટે ચાર્જ ચૂકવવાનો રહેશે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ વાહન ચાલકો માટે નવી સ્કીમ અમલમાં મૂકી છે. હવેથી રાજ્યભરના વાહન ચાલક પોતાનું વાહન વેંચી નાંખશે તો પણ વાહનનો જૂનો નંબર પોતાની પાસે રાખી શકશે. RTOમાં નંબર પસંદગી અંગે મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત વાહન ચાલકો નંબરની પસંદગી મેળવી શકશે.
મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યભરના વાહન ચાલકો જૂના વાહનોનો નંબર નવા વાહનોમાં રાખી શકાશે. વાહન ચાલક રજિસ્ટ્રેશન નંબર પોતાની પાસે રાખી શકશે. વાહન ચાલકે પોતાના મનપસંદ નંબર મેળવવા માટે ચાર્જ ચૂકવવાનો રહેશે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવામાં આવશે. દરેક વ્યક્તિ પોતાના વાહન માટે પસંદગીનો નંબર ઈચ્છે છે. આથી વ્યક્તિ પોતાનું વાહન વેચી દે, તો પણ પોતાની પસંદગીનો નંબર પોતાની પાસે જ રહે તે માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગે નવી સ્કીમ અમલમાં મૂકી છે. એટલું જ નહીં, વાહન ચાલકો પોતાનું વાહન સ્ક્રેપ કરીને પણ નંબર પોતાની પાસે રાખી શકશે. આ માટે તેઓને ચાર્જ ચૂકવવો પડશે.
અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડનું બજેટ મંજૂર; ગરીબ બાળકોને મળશે સ્માર્ટફોન, જાણો મહત્ત્વની જાહેરાત
હવેથી જૂનું વાહન વેચી તે જ પ્રકારનું નવું ખરીદતી વખતે 15 દિવસમાં નંબર રિટેન કરી શકાશે. જેના માટે વિવિધ ચાર્જ લેવામાં આવશે. ટૂ વ્હીલરમાં રૂપિયા 2 હજારથી માંડીને રૂપિયા 8000, મોટર ગાડીઓમાં રૂપિયા 8000થી રૂપિયા 15000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.
નોંધનીય છે કે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હિકલ નંબર રિટેન્શન પોલિસી અમલમાં મૂકવાનો નિર્ણય થયો છે. જેમાં વાહનમાલિક બે વખત તેઓના વાહનનંબર રિટેન કરી શકશે.
વાહનોના નંબર રિટેન કરવાનો ચાર્જ રૂપિયામાં...
ટૂ વ્હીલરમાં ગોલ્ડન નંબરનો ચાર્જ- 8000 રૂપિયા
ટૂ વ્હીલરમાં સિલ્વર નંબરનો ચાર્જ 3,500 રૂપિયા
ટુ વ્હીલરમાં અન્ય નંબરનો ચાર્જ- 2,000 રૂપિયા
અન્ય વાહનોમાં ગોલ્ડન નંબરનો ચાર્જ- 40,000 રૂપિયા
અન્ય વાહનોમાં સિલ્વર નંબરનો ચાર્જ- 15,000 રૂપિયા
અન્ય વાહનોમાં અન્ય નંબરનો ચાર્જ 8,000 રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે