વિધાનસભા ચૂંટણી માટે નવી રણનીતિ, 70 બેઠકો પર કોંગ્રેસમાં મહિલાઓએ ટિકિટની દાવેદારી કરી, છણાવટ શરૂ
મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરની ટિકિટમાં પ્રાધાન્યની માંગ કરવામાં આવી છે. જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓને કારણે મહિલાઓ વધારે ઉત્સાહી બની છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો થશે. સાંભળીને ઝાટકો લાગ્યોને....મહિલા કોંગ્રેસમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસમાં આગામી ચૂંટણીમાં મહિલાઓને મોટા પ્રમાણમાં ટિકિટો આપવા જઇ રહ્યાં છે. 70 બેઠકો પર કોંગ્રેસમાં મહિલાઓએ ટિકિટની દાવેદારી કરી છે. જેના કારણે કોંગ્રેસમાં ટિકીટની વહેંચણીનું કામકાજ સરળ નહીં રહે. મહિલા કોંગ્રેસે સક્ષમ મહિલા દાવેદારોની છણાવટ શરૂ કરી દીધી છે. બીજી બાજુ મહિલા કોંગ્રેસની 40 બેઠકો આપવા માંગ શરૂ કરી દીધી છે.
મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરની ટિકિટમાં પ્રાધાન્યની માંગ કરવામાં આવી છે. જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓને કારણે મહિલાઓ વધારે ઉત્સાહી બની છે. ગ્રાઉન્ડ લેવલે કામ કરતી મહિલાઓને ટિકિટ મળે એવા કોંગ્રેસમાં પ્રયત્ન થઈ રહ્યા છે. 2017 માં કોંગ્રેસે 10 મહિલાઓને ટિકિટ આપી હતી. જેમાં 10 માંથી 4 મહિલા ઉમેદવારો જીતવામાં સફળ થયા હતા. ગેનીબેન ઠાકોર, સંતોકબેન એરઠિયા અને ચંદ્રિકાબેન બારીયા કોંગ્રેસના મહિલા ધારાસભ્યો છે.
તમને જણાવી દઈએ કે, 1985માં કોંગ્રેસે સૌથી વધુ 20 મહિલાઓને ટિકિટ આપી હતી. યુપીમાં પ્રિયંકા ગાંધીએ 40 ટકા મહિલાઓને ટિકિટ આપી હતી. હાલ ગુજરાતમાં 40 મહિલાઓને ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં જે રીતે 40 ટકા મહિલાઓને તક આપવાનું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે, તેજ રીતે ગુજરાતમાં પણ મહિલાઓને 40 ટકા જેટલી બેઠકો આપવા માંગ કરી છે. આમ જોવા જઇએ તો કોંગ્રેસ 70 જેટલી બેઠકો પર કોંગ્રેસમાં મહિલાઓએ ટિકિટની દાવેદારી કરી છે. હાર-જીતના ગણિતને જોઇને ઘણીવાર રાજકીય પક્ષો મહિલા ઉમેદવારને મેદાને ઉતારતા પાછીપાની કરે છે, પરંતુ આ વખતે તેવી સ્થિતિ ઊભી થવાને બદલે મહિલા ઉમેદવારોને સશક્ત ગણીને જ તક અપાશે.
મહિલાને ટિકિટ શા માટે અપાશે?
મહિલાઓ જે-તે બેઠક માટે નવો ચહેરો હશે જેથી એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર નડશે નહીં. આ ઉપરાંત મહિલાઓ પુરુષોની તુલનામાં પ્રમાણમાં સ્વચ્છ છબી ધરાવે છે. મહિલા વોટરોને આકર્ષવા માટે પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપવા વિચારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે