વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
Walking Benefits: વોકિંગ એક સારી એક્સરસાઇઝ છે, જેને આપણે દરરોજ ફોલો કરી શકીએ છીએ. તેનાથી આપણા શરીરના હાડકાં અને સ્નાયુઓ મજબૂત થશે અને બહાર નીકળેલું પેટ પણ ઓછું થશે.
Trending Photos
Walking Benefits: રોજ વોક કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચાલવું એ સૌથી સહેલી અને અસરકારક કસરત છે, જેને અનુસરીને લોકોના સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થઈ શકે છે. જો કે, મોટાભાગના લોકો તેને કસરત માનતા નથી. પરંતુ આ એક એવી શારીરિક પ્રવૃત્તિ છે કે જો દરરોજ કરવામાં આવે તો તમારું વજન પણ નહીં વધશે, પેટ પણ નહીં વધશે અને ન તો શરીરમાં ક્યાંય દુખાવો થશે. તમે હંમેશા સીધા ચાલતા જ હશો, પણ શું તમે ક્યારેય ઊંધું ચાલ્યું છે? જી હા... ઊંધું ચાલવાથી પણ શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. આવો અમે તમને આ વિશે જણાવીએ.
ઊંધું શા માટે ચાલવું?
રાજેન્દ્ર દાસ મહારાજ એક ધર્મગુરુ છે, જેઓ તેમના યુટ્યુબ પેજ પર લોકોને સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા સાથે સંબંધિત વસ્તુઓ શેર કરે છે. તેમણે કહ્યું કે, ઊંધું ચાલવાથી બહાર નીકળેલું પેટ ઓછું કરવામાં મદદ મળે છે. તેઓ કહે છે કે, લોકો આગળ ચાલે છે, જેના કારણે પીઠનું માંસ વધતું નથી. તેવી જ રીતે આપણે ઊંધું ચાલીએ તો આપણું પેટ ઓછું થઈ શકે છે.
ઊંધું ચાલવાથી ફાયદા
1. શારીરિક સંતુલન - ઊંધું ચાલવાથી આપણા શરીરનું સંતુલન જળવાઈ રહે છે અને આપણા મગજનું ફોકસ પણ ઈન્પ્રુવ થાય છે.
2. ઘૂંટણના દુખાવામાં રાહત - ઊંધું ચાલવાથી આપણા ઘૂંટણને પણ ફાયદો થાય છે. ઊંધું ચાલવાથી આર્થરાઈટિસ અને હાડકાંના ફ્રેક્ચરને કારણે થતા દર્દમાં પણ રાહત મળે છે.
3. મેન્ટલ હેલ્થ - દરરોજ 30 મિનિટ ઊંધું ચાલવાથી પણ માનસિક તણાવ ઓછો થાય છે. આમ કરવાથી આપણું મન સ્વસ્થ રહે છે અને આપણને વધુ કામ કરવાની ઉર્જા મળે છે.
4. પગની મજબૂતી - ઊંધું ચાલવાથી પગના સ્નાયુઓ મજબૂત થાય છે. પગની નસો ખુલે છે, જેનાથી દુખાવો ઓછો થાય છે.
5. વજનમાં થશે ઘટાડો - આ રીતે ચાલવાથી શરીરનું વજન પણ ઘટે છે. ઊંધું ચાલવાથી પેટ, પીઠ અને જાંઘની ચરબી ઓછી થાય છે, જે તમને ફિટ રાખે છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે