હવે કોરોના ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર નહીં, આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય
રાજ્યના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે કે હવે કોરોના ટેસ્ટ કરવા માટે પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ અથવા કેસ માટે પાંચ કેટેગરી નક્કી કરી છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના ટેસ્ટ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવા માટે પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આરોગ્ય વિભાગ દ્વારા કેસ અને ટેસ્ટિંગ માટે પાંચ કેટેગરી નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા કોરોના વાયરસનો ટેસ્ટ કરવા માટે પૂર્વ મંજૂરી લેવાની જરૂર પડતી હતી. હવે રાજ્ય સરકારના આ નિયમ બાદ કોરોના ટેસ્ટ કરાવવો વધુ સરળ બનશે.
આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
રાજ્યના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે કે હવે કોરોના ટેસ્ટ કરવા માટે પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ અથવા કેસ માટે પાંચ કેટેગરી નક્કી કરી છે. ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર પડશે નહીં. જિલ્લા અથવા કોર્પોરેશનના હેલ્થ અધિકારીઓએ મેલ દ્વારા માહિતી આપવાની રહેશે. જે દર્દીના જીવનું જોખમ હોય તો કોવિડના ટેસ્ટની રાહ જોયા વગર તેને વ્યરિત સારવાર આપવાનું પણ આરોગ્ય વિભાગે કહ્યું છે.
સુરતમાં હવે માસ્ક નહીં પહેરો તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ, કમિશનરે કરી જાહેરાત
આરોગ્ય વિભાગે નક્કી કરેલી 5 કેટેગરી
1. સરકારી-ખાનગી એમડી અને MBBS દ્વારા રીફર કરાયેલ દર્દી
2. મેજર ઓપરેશનમાં પ્રી-ઓરપરેટિવ વાળા દર્દીઓ
3. કેન્સરના દર્દીઓ કે જે કિમોથેરાપી અને રેડિએશન થેરાપી લેતા હોય.
4 સગર્ભા અવસ્થામાં ડિલિવરી પહેલાના 5 દિવસ અથવા સિઝેરિયન થાય તે અગાઉ કોવિડ ટેસ્ટ જરૂરી જણાય તો
5 ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, તબીબ, લેબ ટેક્નિશિયન
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે