ગુજરાતમાં ભાજપ કેમ જીતે છે અને મોદી અને શાહના હોમટાઉનમાં કેમ ધરાવે છે દબદબો? આ છે જવાબ
Gujarat Congress : આજે રાત્રે ભાજપ કોર ગ્રુપની મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષની હાજરીમાં કોર ગ્રુપની બેઠક મળશે. પક્ષના આગામી કાર્યક્રમો અને ચૂંટણી અંગે આ બેઠકમાં વિચારણા થશે. સરકારના બજેટ અને વિધાનસભા સત્ર અંગે પણ આ મામલે ચર્ચા થવાની સંભાવના છે
Trending Photos
Gujarat BJP : ગુજરાતમાં બમ્પર જીત બાદ હવે ભાજપ યુવા ટીમ પર ભરોસો કરવા લાગી છે. ભાજપ આગામી ચૂંટણીમાં 25 થી 30 વર્ષની યુવા ટીમને સતત દોડાવશે. આ લોકસભાની ચૂંટણી જીતડાવાની જવાબદારી હવે યુવા ટીમના માથે છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પેજ સમિતિ બનાવીને 156 બેઠક મેળવનાર ભાજપે હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ આરંભી દીધી છે. ભાજપની પેજ સમિતિનો અમલ હવે દેશભરની લોકસભાની ચૂંટણીમાં થાય તો નવાઈ નહીં પણ ભાજપે 26માંથી 26 બેઠકો જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે રાતે કોર કમિટીની એક બેઠક પણ મળશે. જેમાં લોકસભાની તૈયારીઓ અંગે પણ વિગતવાર અહેવા રજૂ થઈ શકશે. ભાજપે લોકસભાની ચૂંટણી માટે કમિટીની રચના કરવાની શરૂઆત કરી દીધી છે. આ માટે બૂથ ઈન્ચાર્જ 25થી 30 વર્ષની વચ્ચેનો હોય તેવો પણ આગ્રહ રખાય છે. જેથી કરીને બૂથ ઇન્ચાર્જ કાર્યકર તરીકે પણ ભાજપમાં લાંબો સમય કાર્ય કરી શકેસ કારણ કે ભાજપ હવે લાંબું વિચારી રહી છે. નાની ઉંમરના જવાનીયા સતત દોડાદોડી કરવાની સાથે ઈગોના પણ પ્રશ્ન ના આવતા હોવાથી ભાજપે આ નિર્ણય લીધો છે.
ભાજપે ચૂંટણીના તમામ કામનું વિભાજન કર્યું
ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં ઉચ્ચસ્તરીય ટીમની રચના કરવામાં આવે તેવી સંભાવના છે. આ પ્રક્રિયામાં તમામ બૂથની રચના અને ચકાસણી થશે. ઉપરાંત પેજ પ્રમુખની નિમણૂંક થશે. આ સાથે સોશિયલ મીડિયા ગ્રૂપ પણ બનાવાશે. એક પ્રદેશની ટીમ બનશે. અભિયાનના સુદઢ સંકલન માટે ત્રણ સ્તરીય ટીમની રચના કરવામાં આવી છે. પ્રથમ ઝોન ઇન્ચાર્જ તરીકે તમામ 4 ઝોનના મહામંત્રીઓ તેમના ઝોનની કામગીરીનું નિરીક્ષણ કરશે. ભાજપે તમામ કામગીરીઓનું વિભાજન કરીને જે તે હોદ્દેદારોને જવાબદારી આપી દીધી છે.
આ પણ વાંચો :
લોકસભાની અત્યારથી તૈયારી
આ તમામ કામગીરીની સમયાંતરે ચકાસણી થશે. એક બૂથ સમિતિમાં 30થી વધુ સભ્યોની પસંદગી કરવામાં આવશે. આમ ભાજપ માટે કહેવાય છે એ પહેલાંથી પ્લાનિંગ કરે છે. હજુ લોકસભાને સમય હોવા છતાં ભાજપે અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં બૂથ ઈન્ચાર્જ તરીકે યુવાનોને પસંદ કરવાનો BJP દ્વારા નિર્ણય લેવાયો છે. પેજ પ્રમુખ, સોશિયલ મીડિયા ઈન્ચાર્જની પણ નિમણૂક કરાશે.
આજે ભાજપની બેઠક મળશે
આજે રાત્રે ભાજપ કોર ગ્રુપની મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષની હાજરીમાં કોર ગ્રુપની બેઠક મળશે. પક્ષના આગામી કાર્યક્રમો અને ચૂંટણી અંગે આ બેઠકમાં વિચારણા થશે. સરકારના બજેટ અને વિધાનસભા સત્ર અંગે પણ આ મામલે ચર્ચા થવાની સંભાવના છે. નગરપાલિકાની ચૂંટણી-પેટા ચૂંટણીઓ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતાઓ છે. આ કોર ગ્રૂપની બેઠકમાં હાલની રાજકીય સ્થિતિની સમીક્ષા થશે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે