બજેટની જાહેરાતો પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

Rules Changed From 1 February: આજથી નવો મહિનો શરૂ થયો અને અનેક પૈસા સંલગ્ન નિયમોમાં ફેરફાર જોવા મળ્યા છે. જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થઈ શકે છે. 

બજેટની જાહેરાતો પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

નાણામંત્રી આજે સંસદમાં બજેટ રજુ કરવા જઈ રહ્યા છે. બજેટ પર દેશભરના લોકોની નજર છે. બજેટની જાહેરાતો સાથે કેટલાક ટેક્સ વધશે તો કેટલાક ઘટશે. પરંતુ ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ પૈસા સંબંધિત ફેરફારો અનેક જોવા મળી શકે છે. 1 ફેબ્રુઆરી એટલે કે આજથી તમારી આસપાસની ગણી ચીજો બદલાઈ રહી છે જેના પર તમારે ખાસ  ધ્યાન આપવું જોઈએ. 

બદલાઈ ગયો બેંકિંગ સંલગ્ન નિયમ
આજથી બેંકિંગ સંલગ્ન પણ કેટલાક નિયમો બદલાયા છે. કોટક મહિન્દ્રા સહિત કેટલીક બેંકોની સર્વિસ અને ચાર્જમાં ફેરફાર આવ્યા છે. 1 ફેબ્રુઆરી 2025થી ATM ટ્રાન્ઝેક્શનની  ફ્રી લિમિટ ઘટાડવામાં આવી છે. જ્યારે અન્ય બેંકિંગ સેવાઓના ચાર્જમાં વધારો કરાયો છે. 

GST નો આ નિયમ બદલાયો
1 ફેબ્રુઆરીથી GST સંલગ્ન નિયમોમાં પણ ફેરફાર આવ્યા છે. નવા નિયમ હેઠળ જે GST ટેક્સપેયર્સનું કુલ વાર્ષિક ટનઓવર 5 કરોડથી વધુ હોય તેમના માટે ઈ-વે બિલ અને ઈ-ઈનવોઈસ સિસ્ટમ્સના અપગ્રેડેડ વર્ઝનના ઉપયોગમાં મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી થશે. 

ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
આજે 1 ફેબ્રુઆરીના રોજ સવાર સવારમાં ઓઈલ કંપનીઓએ એકવાર ફરીથી ગેસના બાટલાના ભાવમાં ઘટાડો કર્યો છે. OMCs એ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા ભાવ આજથી એટલે કે 1 ફેબ્રુઆરી 2025થી જ લાગૂ થઈ ગયા છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

કારની ખરીદી મોંઘી થઈ
આજથી ગાડીઓના ભાવ વધી ગયા છે. દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકીએ 1 ફેબ્રુઆરીથી પોતાના અલગ અલગ મોડલોના ભાવમાં 32,500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ખર્ચ વધવાના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news